અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:બાપુનગરમાં બમ્પ આવતાં બાઈક સ્લીપ થતાં ચાર દિવસે મોત, યુવક પટકાયો ને ભાનમાં આવ્યો જ નહીં

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના નરોડામાં રહેતો યુવક ચાર દિવસ પહેલા બાપુનગર વિસ્તારમાંથી બાઇક લઇને પસાર થતો હતો. આ સમયે બમ્પ આવતાં યુવક રોડ ઉપર પટકાયો હતો. ચાર દિવસની સારવાર દરમિયાન મોડી રાતે મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બમ્પ જીવલેણ સાબિત થયો
બાપા સીતારામ ચોક પાસે ગોપીનાથ રેસિડેન્સીમાં રહેતા સૌરભભાઇ અશોકભાઇ રાઠોડ (ઉ.વ.22) તા. 6ના રોજ મોડી રાતે બાઇક લઇને બાપુનગર વિસ્તારમાં ઇન્ડિયા કોલોની પાસેથી પસાર થતા હતા. આ સમયે માતૃશક્તિ સોસાયટી સામે અચાનક બમ્પ આવતાં યુવકે બાઇકનું બેલેન્સ ગુમાવી બેઠા હતો અને રોડ ઉપર પટકાયો હતો. પ્રથમ યુવકને સારવાર માટે બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ચાર દિવસની સારવાર દરમિયાન પણ યુવક ભાનમાં આવ્યો ન હતો અને સોમવારે મોડી રાતે મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક એચ ડિવિઝન પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...