તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Bapunagar, On Suspicion Of Wife's Affair With A Neighbor, Husband Threw Swords At Each Other While Taking Her To Tie Ashes, 4 Injured

વિવાદ:બાપુનગરમાં પાડોશી સાથે પત્નીના અફેરની શંકાએ પતિ રાખડી બાંધવા લઈ જતાં સામસામે તલવારો ઉછળી, 4ને ઇજા

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાપુનગરમાં બંને પક્ષ તલવારો સાથે સામસામે આવી ગયા, 4ને ઇજા
  • યુવકે રાખડી બંધાવવા ઇનકાર કરી મારામારી કરી, બંનેની સામસામે ફરિયાદ

બાપુનગરમાં રહેતા એક આધેડને તેની પત્નીનું પાડોશમાં રહેતા યુવક સાથે અફેર હોવાની શંકા હતી, જેથી આધેડ તેની પત્નીને લઈને યુવકના ઘરે રાખડી બાંધવા માટે લઈ ગયો હતો. તે સમયેે યુવક અને તેના પરિવારે આધેડ સાથે ઝઘડો કર્યો. ઝઘડો એટલો ઉગ્ર થઈ ગયો હતો કે બંને પક્ષોએ એકબીજા પર લાકડીઓ અને તલવાર વડે હુમલો કરી એક બીજાને ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટનામાં કુલ ચારને ઈજા પહોંચી છે. આ મામલે બાપુનગર પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદના આધારે ગુનો દાખલ કરાયો છે.

બાપુનગર વિસ્તારમાં રહેતા એક આધેડ હાલમાં બેરોજગાર જીવન ગુજારે છે. તેમની પત્ની સાથે તેમને અવારનવાર નાની મોટી બાબતોમાં ઝઘડો થતો રહેતો હતો. દરમિયાન આધેડને એવી શંકા હતી કે તેની પત્નીને પાડોશમાં રહેતા યુવાન સાથે પ્રેમસબંધ છે. આ બાબતે મનની શંકાનંુ સમાધાન કરવા માટે આધેડે તેની પત્નીને કહ્યું હતંુ કે, તું સામેવાળા યુવાનને રાખડી બાંધી ભાઈ બનાવી લે તો મને શાંતિ થશે. જોકે આધેડની પત્નીએ ના પાડતાં પતિના દબાણને વશ થઈને તે પતિ સાથે પાડોશી યુવાનના ઘરે ગઈ હતી.

આધેડે તે યુવકને કહ્યું હતું કે, તું મારી પત્ની સાથે રાખડી બંધાવી લે. જોકે યુવાને રાખડી બંધાવવાની ના પાડી અને કહ્યું કે ખોટી શંકા કેમ રાખો છો. આ મુદ્દે માથાકૂટ થયા બાદ બંને પરિવારો સામસામે મારામારી પર ઊતરી આવ્યા હતા. બંને પરિવારના લોકો એકબીજાને લાકડી, લોખંડની પાઈપો અને તલવાર મારવાના પ્રયાસ કરવા લાગ્યા હતા, જેમાં સામસામે તલવાર વાગતા બંને પરિવારના ચાર લોકોને ઈજા પહોંચી હતી. આ ઘટનાની જાણ બાપુનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં બંને પરિવારે એકબીજા પર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આ મારામારીમાં વધુ તપાસ હાથ ધરી છે.

આધેડને તેના પુત્રએ પણ માર માર્યો હતો
પાડોશી યુવક સાથે પત્નીને આડાસંબંધ હોવાની શંકા હોવાથી આધેડના ઘરમાં માથાકૂટ ચાલી રહી હતી. આ સમયે ઘરમાં હાજર પુત્રે માતા પર શંકા કરતા પિતા સાથે બોલાચાલી કરી પિતાને માર માર્યો હતો. ત્યાર બાદ આધેડ પત્નીને લઈને પાડોશી યુવાનના ઘરેે રાખડી બંધાવવા માટે લઈ ગયો હતો. જ્યાં બંને પરિવારો વચ્ચે મારામારી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...