કાર્યવાહી:બાપુનગરમાં તલવારથી કેક કાપી વીડિયો વહેતો કરનારા બર્થડે બોય સહિત 9 ઝડપાયા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વીડિયોમાં દેખાતા બે લોકોને વોન્ટેડ દર્શાવાયા

બાપુનગરમાં એક યુવાને તલવારથી કેક કાપી તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી બર્થ-ડે બોય સહિત,આઠ મિત્રોની ધરપકડ કરી હતી, જ્યારે બે વોન્ટેડ છે.

બાપુનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા જયંતીભાઇ ચેહુભાઇને ગઇકાલે સોશિયલ મીડિયામાં એક વીડિયો ક્લિપ ફરતી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં બાપુનગરના સુંદરમનગર ખાતે કર્ફ્યૂ હોવા છતાં કેટલીક વ્યક્તિ ભેગી મળીને તલવારથી કેક કાપતી હોવાનું જોવા મળ્યું હતું. આ મામલે પોલીસે તપાસ કરતા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા જીયાખાન રિયાઝખાન પઠાણને ઝડપી પાડ્યો હતો અને બર્થ-ડે ઉજવણીમાં જોડાયેલા આદિલ પઠાણ, અનિશ પઠાણ, સાજીદ ઉર્ફે કમેટી પઠાણ અબુઝર, મહંમદ રાજપૂત, અબ્દુલ અઝીઝ ઉર્ફે અબુ મુસ્તાક મનસુરી, ઝાબીર ઉર્ફે આલિમ પઠાણ અને માઝા પઠાણને ઝડપી પાડ્યા હતા. જ્યારે તૌસિફ અને શકીલને પોલીસ શોધી ન શકતા તેમને વોન્ટેડ આરોપી તરીકે દર્શાવાયા છે. પોલીસે તમામ આરોપીઓની સામે જાહેરનામાનો ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.

તલવારથી કેક કાપી વીડિયો બનાવવાની આજકાલ નવી ફેશન
શહેરના રામોલ, નિકોલ વિસ્તારમાં તલવારથી કેક કાપનાર યુવકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં પણ તલવારથી કેક કાપવાના બનાવો નોંધાયા હતા. શહેરના ગ્રામ્ય વિસ્તારમા પણ એક યુવકની બર્થડેમાં તલવારથી કેક કાપી ફાયરિંગ કરીને ઉજવણી કરવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. જેમાં પણ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...