અપક્ષો કોનો ખેલ બગાડશે?:બાપુનગરમાં 6 અપક્ષોએ 2017ની ચૂંટણીમાં 2616 મતોથી બાજી ફેરવી નાખી, 2022માં 16 અપક્ષો આખું સમીકરણ બદલશે

અમદાવાદ9 દિવસ પહેલા
ડાબેથી કોંગ્રેસના હિંમતસિંહ પટેલ અને જમણે ભાજપના દિનેશ કુશવાહા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષો સિવાય પણ અપક્ષ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવતા હોય છે. અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીમાં ઘણા ઉલટફેર કરતા હોય છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની 16 વિધાનસભા બેઠક પર સૌથી વધારે અપક્ષ ઉમેદવારોએ બાપુનગર વિધાનસભા બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી છે. બાપુનગર વિધાનસભા બેઠક પર 29 ઉમેદવારો છે, જેમાં 16 જેટલા અપક્ષો ઉમેદવાર છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર છ જ અપક્ષ ઉમેદવાર હતા. જેઓ કુલ 2616 મત લઈ ગયા હતા, જેનો સીધો ફાયદો કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને થયો હતો અને તેઓ 3000ની લીડથી જીત્યા હતા.

જીતનું માર્જિન 5000 મત કરતા પણ ઓછું છે
ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની ભૂમિકા ક્યારેક મુખ્ય રાજકીય પક્ષો માટે ચિંતા ઉભી કરી દેતી હોય છે કારણ કે અપક્ષ ઉમેદવારો જે હોય છે તે પોતાની તરફ કેટલાક મહત્વ ખેંચી જતા હોય છે જેના કારણે મોતની જીતવાની જે માર્જિન ની સંખ્યા હોય છે તેમાં મોટો ઉલ્લેખ ફેર જોવા મળતો હોય છે. ત્યારે અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠક જે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ માટે ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે અને તે બેઠક જે છે એ રસાકસી વાળી બેઠક ગણવામાં આવે છે કારણ કે ત્યાં જીતનું માર્જિન 5000 મત કરતા પણ ઓછું છે અને આ જ બેઠક પર આ વખતે એ સૌથી વધુ 29 જેટલા ઉમેદવારો નોંધાયા છે.

ભાજપ દ્વારા હિન્દીભાષી દિનેશ કુશવાહા ચૂંટણી લડે છે
અપક્ષ ઉમેદવારોની સંખ્યા ક્યારેક માત્ર પાંચથી દસ જ જોવા મળતી હોય છે પરંતુ અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠક પર 5-10 નહીં પરંતુ એક સાથે 16 જેટલા અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેના કારણે બેઠકો ઉપરના સમીકરણો બદલાઈ શકે તેમ છે કારણકે ગત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 3000 મતોની સરસાઈથી જ કોંગ્રેસના હિંમતસિંહ પટેલનો વિજય થયો હતો. ભાજપ અને કોંગ્રેસ બંને રસાકસી ભરી બેઠકમાં અપક્ષ ઉમેદવારો મોટી ભૂમિકા ભજવી શકે છે કારણ કે ભાજપ દ્વારા હિન્દીભાષી દિનેશ કુશવાહને મેદાને ઉતારવામાં આવ્યા છે.

AIMIMના ઉમેદવારને કોંગ્રેસે પોતાના તરફ કરી લીધો
ચાલુ વિધાનસભાની ચૂંટણીમાં બાપુનગર વિધાનસભા બેઠક પર AIMIM પક્ષે પણ ઉમેદવાર ઉભો રાખ્યો હતો જે ઉમેદવાર 10,000 થી વધારે મતો તોડી શકે તેવો મજબૂત ઉમેદવાર હતો. AIMIMના ઉમેદવારના કારણે બાપુનગરની વિધાનસભા બેઠક પર મુસ્લિમોના મતોનું વિભાજન થઈ જતું જેના કારણે કોંગ્રેસને મોટું નુકસાન થાય તેમ હતું. જેથી છેલ્લી ઘડીએ AIMIMના ઉમેદવારને કોંગ્રેસે પોતાના તરફ કરી લીધો અને તેની પાસે ફોર્મ પાછું ખેંચાવી લીધું હતું.

પાંચ જેટલા અપક્ષ ઉમેદવારો લઘુમતી સમાજના છે
વર્ષ 2017ની ચૂંટણીમાં છ જેટલા અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઊભા રહ્યા હતા. જેમાં સૌથી વધારે મત માત્ર 1441 જેટલા અપક્ષ ઉમેદવારને મળ્યા હતા બાકીના ઉમેદવારોને 200 થી 500 જેટલા જ મત મળ્યા હતા જોકે આ તમામ ઉમેદવારો જે છે એ હિંદુ ઉમેદવાર હતા.બાપુનગર વિધાનસભા બેઠક મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા પણ વધારે છે અને આ વખતે પાંચ જેટલા અપક્ષ ઉમેદવારો લઘુમતી સમાજના છે. 16 માંથી જો દરેક ઉમેદવાર 1,000 જેટલા મત પણ લઈ જાય છે તો 16,000 નું નુકસાન મુખ્ય રાજકીય પાર્ટીઓને થઈ શકે છે.

2017માં ચૂંટણી લડેલા અપક્ષ ઉમેદવાર

  • સોલંકી નગીનકુમાર 1442 મત
  • મકવાણા ગૌતમભાઈ 301 મત
  • જયસ્વાલ નરેશભાઈ 243 મત
  • પટેલ નીપુન 242 મત
  • કલકમિત પ્રવિણચંદ્ર 211 મત
  • સોનુલે અર્ચનાબેન 177 મત
અન્ય સમાચારો પણ છે...