તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યમાં કોરોના કાબુમાં:એપ્રિલમાં 108માં દૈનિક 1,602 દર્દી હોસ્પિટલમાં ખસેડાયા, મે માસમાં આંકડો ઘટીને 856 થયો, જૂનના બે દિવસમાં 183એ પહોંચ્યો

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇમજરન્સી સેવા 108 ના આંકડા પરથી જોઇ શકાય છે કે કોરોના હવે ધીમો પડ્યો - Divya Bhaskar
ઇમજરન્સી સેવા 108 ના આંકડા પરથી જોઇ શકાય છે કે કોરોના હવે ધીમો પડ્યો
  • એપ્રિલમાં અત્યાર સુધીના સૌથી વધુ 48 હજાર 66 દર્દીઓને 108ની મદદથી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા.
  • અમદાવાદમાં કુલ 67,633 કોરોનાના દર્દીઓએ 108ની મદદ લીધી.

કોરોનાની બીજી લહેરે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો. એપ્રિલ અને મે મહિનામાં લોકોને ત્રાહિમામ કરી નાંખનારી આ લહેર જૂન મહિનામાં ધીમી થવા માંડી છે. રાજ્યમાં એપ્રિલ માસમાં 108 દ્વારા રોજના 1602 કોવિડ દર્દીઓને વિવિધ હોસ્પિટલોમાં શિફ્ટ કરાયા હતા. મે માસમાં દૈનિક આંકડો ઘટીને 856 દર્દીઓએ પહોંચ્યો હતો. હવે જુન માસના બે દિવસમાં રોજના કોરોનાના 183 દર્દીઓને જ રાજ્યભરમાંથી 108 દ્વારા શિફ્ટ કરીને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

રોજના 472 દર્દીઓને 108 દ્વારા શિફ્ટ કરાયાં
ગુજરાતમાં હાલમાં કોરોના સંક્રમણ અને તેનાથી થતા મોતની સંખ્યા ઘટી ગઇ હોવાનું ચિત્ર સામે આવ્યું છે. ઇમજરન્સી સેવા 108 દ્વારા રાજ્યમાં ગત વર્ષ 2020ના માર્ચ માસથી ચાલુ વર્ષ 2021ના જુન માસ સુધીમાં કુલ 2 લાખ 16 હજાર 481 કોરોનાના દર્દીઓને વિવિધ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી ચૂક્યા છે. આ આંકડા પરથી દૈનિક કેસનો રેશિયો કાઢીએ તો અત્યાર સુધીમાં રોજના 472 દર્દીઓને 108 દ્વારા શિફ્ટ કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં રોજના 472 દર્દીઓને 108 દ્વારા શિફ્ટ કરવામાં આવ્યા છે
અત્યાર સુધીમાં રોજના 472 દર્દીઓને 108 દ્વારા શિફ્ટ કરવામાં આવ્યા છે

હાલમાં રોજના 183 દર્દીઓ આવી રહ્યા છે
એપ્રિલમાં અત્યાર સુધીના સૌથી વધુ 48 હજાર 66 દર્દીઓને 108ની મદદથી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એપ્રિલમા રાજ્યમાં દૈનિક ધોરણે 1602 કોરોનાના દર્દી 108માં આવતા હતા. મે માસમાં રાજ્યમાં 26 હજાર 529 કોરોનાના દર્દીઓને 108 દ્વારા શિફ્ટ કરાયા હતા. તેનો દૈનિક રેશિયો 856 હતો. હાલમાં જુન માસમાં બે દિવસમાં 366 કોરોનાના દર્દીઓ 108માં આવ્યા હતા. હાલમાં રોજના 183 દર્દીઓ આવી રહ્યા છે.

હાલમાં જુન માસમાં બે દિવસમાં 366 કોરોનાના દર્દીઓ 108માં આવ્યા હતા
હાલમાં જુન માસમાં બે દિવસમાં 366 કોરોનાના દર્દીઓ 108માં આવ્યા હતા

અમદાવાદમાં 4080 દર્દીઓએ 108ની મદદ લીધી
અમદાવાદમાં અત્યાર સુધીમાં 67 હજાર 633 કોરોનાના દર્દીઓને 108ની મદદથી વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવી ચૂક્યા છે. અમદાવાદમાં ગત એપ્રિલ માસમાં સૌથી વધુ 11 હજાર 412 દર્દીઓની મદદે 108 આવી હતી. એપ્રિલમાં અમદાવાદમાં 108 દ્વારા રોજના 380 કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મે માસમાં અમદાવાદમાં 4 હજાર 80 કોરોનાના દર્દીઓને 108ની મદદ લેવી પડી હતી. જુન માસમાં બે દિવસમાં 46 કોરોનાના દર્દીઓ 108 માં આવ્યા હતા.

કોવિડ-19ની ગાઇડ લાઇનનું પુરેપુરૂ પાલન કરવાની જરૂરિયાત
કોવિડ-19ની ગાઇડ લાઇનનું પુરેપુરૂ પાલન કરવાની જરૂરિયાત

ત્રીજી લહેરની શક્યતા જોવાઇ રહી છે
ઇમજરન્સી સેવા 108 ના આંકડા પરથી જોઇ શકાય છે કે કોરોના હવે ધીમો પડ્યો છે. તેમ છતાંય ત્રીજી લહેરની શક્યતા જોવાઇ રહી છે. જે જુલાઇના અંત કે ઓગષ્ટની શરૂઆત સુધીમાં આવવાની સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હવે લોકોએ જાગૃત થવાની, તકેદારી રાખવાની અને કોવિડ-19ની ગાઇડ લાઇનનું પુરેપુરૂ પાલન કરવાની જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...