તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિ-પત્ની ઓર વો:આણંદમાં પત્ની ઘરે હાજર હતી અને પતિની પ્રેમિકા આવી, મોબાઈલમાં પ્રેમિકાનો ફોટો જોતાં સગા ફોઈની દિકરી નીકળી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પતિની પ્રેમિકા સગા ફોઈની વિધવા દિકરી નીકળી - Divya Bhaskar
પતિની પ્રેમિકા સગા ફોઈની વિધવા દિકરી નીકળી
  • મોબાઈલમાં ફોટો જોતા પત્નીને જાણ થઈ અને આઘાત લાગ્યો, મહિલા હેલ્પલાઈનની મદદથી સમાધાન થયું

આણંદ શહેરમાં પતિ-પત્ની ઓર વોનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિને મળવા આવનાર પ્રેમિકા અન્ય કોઈ નહીં પણ સગા ફોઈની વિધવા દિકરી હતી. પત્ની જ્યારે નોકરીએ જતી ત્યારે પ્રેમિકા રોજ તેના ઘરે આવી જતી હતી. આ વાતની જાણ પાડોશીઓએ પત્નીને કરી ત્યારે પતિને રંગે હાથ ઝડપવા માટે તે ઘરે રહી હતી. આ દરમિયાન તેના ઘરે સગા ફોઈની દિકરી તેના ઘરે આવી હતી જે વિધવા હતી. જેથી તેના પર શંકા ગઈ ન હતી. પરંતુ જ્યારે પત્નીએ પોતાના પતિનો મોબાઈલ તપાસ્યો ત્યારે તેમાં ફોટો જોઈને પત્નીને આઘાત લાગ્યો હતો. કારણકે આ પ્રેમિકા બીજુ કોઈ નહીં પણ સગા ફોઈની વિધવા દિકરી હતી.

બંને એકબીજાને છોડવા તૈયાર ન હતા
આ ઘટનાને લઈને પત્નીએ મહિલા હેલ્પલાઈનની મદદ લઇ તમામનું કાઉન્સેલિંગ કર્યું હતું. પરંતુ બંને એકબીજાને છોડવા તૈયાર ન હતા જો કે અનેક સમજાવટ અને કાયદાકીય જાણકારી આપતા સુખદ સમાધાન થયું હતું. મહિલા હેલ્પલાઈન 181ને આણંદ શહેરમાંથી ફોન આવ્યો હતો કે મારી પતિને બીજી મહિલા સાથે પ્રેમસંબંધ છે અને તેઓ મને છૂટાછેડા આપવા માંગે છે જેથી મહિલા હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી હતી. મહિલાએ જણાવ્યું હતું કે 7 વર્ષ પહેલાં તેઓના પ્રેમલગ્ન થયા છે અને એક બાળક છે. પતિ-પત્ની સાસુ-સસરાથી અલગ રહી અને નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બંનેની નોકરીનો સમય અલગ અલગ હતો.

બંને એક બીજાને છોડવા તૈયાર ન હતાં પણ હેલ્પલાઈનની ટીમે સમજાવ્યા અને સમાધાન થયું ( પ્રતિકાત્મક તસવીર)
બંને એક બીજાને છોડવા તૈયાર ન હતાં પણ હેલ્પલાઈનની ટીમે સમજાવ્યા અને સમાધાન થયું ( પ્રતિકાત્મક તસવીર)

દીકરીના ફોટો જોઈ મહિલાને આઘાત લાગ્યો
મહિલાની ગેરહાજરીમાં એક મહિલા દરરોજ ઘરે આવતી હોવાની જાણ પાડોશીઓએ મહિલાને કરી હતી. જેથી મહિલાએ એક દિવસ ઘરે જ રહેવાનું નક્કી કર્યું હતું. મહિલાના ઘરે જયારે અન્ય મહિલા આવી તો બીજુ કોઈ નહી પરંતુ તેમની સગા ફોઈની દીકરી જે વિધવા હતી તે હતી. સગા ફોઈની દીકરી છે અને આવી હશે એવું માની તેમના પર શંકા ગઈ ન હતી. પરંતુ જ્યારે પતિનો મોબાઈલ પત્નીએ તપાસ્યો ત્યારે તેમાં પતિ અને સગા ફોઈની દીકરીના ફોટો જોઈ મહિલાને આઘાત લાગ્યો હતો.

આખરે બંને એકબીજા સાથે સંબંધ નહીં રાખવા તૈયાર થયાં ( પ્રતિકાત્મક તસવીર)
આખરે બંને એકબીજા સાથે સંબંધ નહીં રાખવા તૈયાર થયાં ( પ્રતિકાત્મક તસવીર)

મહિલા હેલ્પલાઈનની ટીમે સમજાવ્યા
મહિલાએ બંનેને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો જો કે બંને માનવા તૈયાર ન હતા. છેવટે મહિલા હેલ્પલાઇન 181ની તેઓએ મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમે બંને સમજાવી અને અલગ થવા કહ્યું હતું છતાં તેઓએ તૈયાર ન હતા જેથી તેઓને કાયદાકીય સમજ આપતાં તેઓએ એકબીજા સાથે સંબંધ ન રાખવા તૈયાર થઇ ગયા હતા અને સુખદ સમાધાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો