• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In An Open Letter To AIMIM's State President, The Councilor Said The Organization Is Not Strong, There Is A Possibility Of Dissension And Breakdown

ગોધરા વિધાનસભા ચૂંટણી લડવાનું ટાળવું:AIMIMના પ્રદેશ પ્રમુખને ખુલ્લો પત્ર, કાઉન્સિલર કહ્યું- સંગઠન મજબૂત નથી, મતભેદ અને ભંગાણ થવાની સંભાવના

અમદાવાદ3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી થઈ રહી છે. જે ઉમેદવારોની પસંદગી થઈ છે તેને લઇને ઘણી બેઠકો પર વિવાદના વમળો પેદા થયા છે. તેવા સમયે ગોધરા નગરપાલિકાના કાઉન્સિલર મોંહમદ ફેસલ એ. સુજેલાએ એ.આઇ.એમ.આઇ.એમ પક્ષના પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાને પત્ર લખ્યો છે. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, 2022ની ચૂંટણીમાં ગોધરા બેઠક પર ઉમેદવાર ઊભો નહીં રાખીને ચૂંટણી લડવાનું ટાળવું જોઇએ. છતાં લડવી જ હોય તો ગોધરામાં મુસ્લિમ ઉમેદવારને જ પ્રધાન્ય આપવા માટે સૂચન કર્યું છે. નાના મોટાં રાજકીય પક્ષો અનેક બેઠકો પર ચૂંટણી લડવાનું વિચારી રહી છે તેવા સમયે ગોધરા નગરપાલિકાના સભ્યના આ સૂચનના કારણે અનેક તર્ક-વિતર્કો પેદા થયા છે.

ગોધરામાં પક્ષનું સંગઠન મજબૂત નથી
ગોધરા નગરપાલિકાના કાઉન્સિલર અને સભ્યો મોંહમદ ફેસલ એ. સુજેલાએ AIMIMના પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તત્કાલિન પરિસ્થિતિ અને પરિબળોની સમીક્ષા કરતાં એ સ્પષ્ટ જણાઈ આવે છે કે, આવનાર વિધાનસભા 2022ની ચૂંટણીના અનુસંધાનમાં ગોધરા મત વિસ્તારમાં ચૂંટણી લડવા હાલ ગોધરામાં પક્ષનું સંગઠન મજબૂત નથી. તેથી હાલ પુરતું આ ટર્મમાં ચૂંટણી ન લડાવીને ગોધરામાં પક્ષનું સંગઠન મજબૂત કરવામાં ધ્યાન આપવું જોઇએ અને સંગઠન મજબૂત થયા બાદ હવે પછીની ટર્મ 2027ને ટાર્ગેટ કરી પક્ષની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી ગોધરા વિધાનસભામાં ઉમેદવારી કરવી જોઇએ.

AIMIMના પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાની ફાઈલ તસવીર
AIMIMના પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાની ફાઈલ તસવીર

2027ને ટાર્ગેટ કરી સંગઠન મજબૂત કરવું
હાલ ચૂંટણીમાં ઝંપલાવવાના કારણે અપુરતા માનવબળ અને અપુરતી તૈયારીઓના કારણે પક્ષને ફાયદો થવાની જગ્યાએ ખૂબ જ મોટું નુકસાન થવાની પ્રબળ સંભાવનાઓ છે. તેથી હાલ તમામ ધ્યાન જ્યાં જ્યાં પક્ષનું સંગઠન મજબૂત છે ત્યાં અને જ્યાં પુરતી મહેનત થયેલ છે. ઉદાહરણ તરીકે અમદાવાદ, સુરત વગેરે જગ્યાએ જ ચૂંટણી લડવા મહેનત કરવી જોઇએ. ગોધરામાં હાલ 2027ને ટાર્ગેટ કરી સંગઠન મજબૂત કરવું જોઇએ અને 2022માં ગોધરામાં ચૂંટણી લડવાનું ટાળવું જોઇએ. તેમ છતાં કોઈ અન્ય પરિબળોના આધાર અને સમીક્ષાઓને ધ્યાનમાં રાખી જો પક્ષ ચૂંટણી લડવા અને લડાવવા જ માંગે તો ગોધરાના મુસ્લિમ ઉમેદવારને જ પ્રાધાન્ય આપવું જોઇએ.

ગોધરા નગરપાલિકાના કાઉન્સિલર અને સભ્ય મોંહમદ ફેસલ એ. સુજેલાનો પત્ર
ગોધરા નગરપાલિકાના કાઉન્સિલર અને સભ્ય મોંહમદ ફેસલ એ. સુજેલાનો પત્ર

સંગઠનમાં મતભેદ અને ભંગાણ થવાની સંભાવના
તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે, ઉપરોક્ત સમીક્ષા મારા મતવિસ્તાર સહિત ગોધરા શહેરના તમામ હોદ્દેદારો, શહેરના આગેવાનો, પક્ષના હિતેચ્છુઓ, પક્ષ પ્રત્યે ખુબ જ લાણીશીલ તમામ લોકો અને પક્ષની વિચારધારાથી પ્રેરિત તમામ મતદારોની લાગણી અને માંગણીના અનુસંધાનમાં લોકમંતવ્યોના આધેર જણાવેલ હોવાથી આના પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવે તેવી વિનંતી છે. જો આમ ન થાય તો સંગઠનમાં ગંભીર મતભેદ અને ભંગાણ થવાની પ્રબળ સંભાવનાઓ છે. પુરેપુરી શક્યતાઓ રહેલી છે.

AIMIMના પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાની ફાઈલ તસવીર
AIMIMના પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાની ફાઈલ તસવીર

તમામ બાબતો પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવે
પત્રમાં આખરે જણાવ્યું છે કે, પત્રમાં જણાવેલી તમામ બાબતો પર ગંભીરતાથી ધ્યાન આપવામાં ન આવે તો હાલ જે સંગઠન છે એમાં પણ મતભેદ અને ભંગાણ થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. જેથી પુરતો વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...