તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુનાખોરી:અમદાવાદમાં જુની અદાવતમાં બુટલેગર અને તેના સાગરીતોએ યુવકને દંડાથી ઢોર માર માર્યો

અમદાવાદ11 દિવસ પહેલા
ચાર લોકોએ યુવકને દંડા વડે ઢોર માર માર્યો
  • ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી

અમદાવાદમાં પોલીસને બુટલેગરની માહિતી આપનાર શખ્સને બુટલેગર અને તેના સાથીઓએ ભેગા થઈને ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે 4 શખ્સોને ઝડપી લીધાં હતાં. ચારેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શહેરના નિકોલ વિસ્તારમાં બુટલેગર અને તેના સાગરીતોએ મળીને એક યુવકને દંડાથી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં માર ખાતો યુવક રીતસરનો કરગરતો દેખાય છે તે છતાંય સામે વાળા વ્યક્તિ તેને માર મારી રહ્યાં છે.

જુની અદાવતમાં માર માર્યો હતો
બે દિવસ અગાઉ નિકોલ વિસ્તારમાં અગાઉના કેસમાં પાસા થયા બાદ બુટલેગર અને તેના સાગરીતો અદાવત રાખીને યુવકને ઘેરી વળ્યાં હતાં. આ અદાવત હિંસક બની હતી અને ચાર લોકો ભેગા મળીને એક યુવક પર રીતસરના તૂટી પડ્યાં હતાં. આ ઘટના અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધાયો છે.

ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી
આ બનાવ અંગે ડીસીપી ઝોન 5 અચલ ત્યાગીએ દિવ્યભાસ્કરને જણાવ્યું છે કે નિકોલમાં બૂટલેગર દ્વારા એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો તે કેસમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ બનાવ અદાવતના કારણે થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો