• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In All The Halls And Party Plots Managed By Ahmedabad Municipal Corporation, People Will Now Have To Give Their Feedback About The Facilities.

AMCની નવી સુવિધા:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ હોલ અને પાર્ટી પ્લોટમાં હવે લોકોએ સુવિધાઓ અંગે પોતાનો ફીડબેક આપવાનો રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરના તમામ મ્યુનિસિપલ કોર્પોશન સંચાલિત કોમ્યુનિટી હોલ અને પાર્ટીપ્લોટમાં હવે લોકોને પાર્ટીપ્લોટની કામગીરી અને તેની સુવિધાઓ કેવી લાગી અને તેમાં સુધારો કરવો કે કેમ તે અંગે ફીડબેક લેવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આ માટે એક ફીડબેક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે અને આ ફોર્મ તમામ હોલ અને પાર્ટી પ્લોટ ઉપર મોકલી આપવામાં આવ્યા છે જ્યારે પણ હોલ બુક કરાવનાર પોતાનું પ્રસંગ પૂર્ણ થયા બાદ ફરેલી ડિપોઝીટ પરત લેવા જશે ત્યારે તેઓની પાસે આ ફોર્મ ભરાવવામાં આવશે.

ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ મામલે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોલ અને પાર્ટી પ્લોટમાં સુવિધાઓ ને લગતા ફીડબેક લોકો પાસેથી મેળવી તેમાં સુધારા વધારા કરવા માટે આ ફીડબેક ફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે આવતીકાલથી તમામ હોલ અને પાર્ટી પ્લોટ પર આપવામાં મોકલી આપવામાં આવશે. આ ફિડબેક ફોર્મમાં કોર્પોરેશન હોલમાં આપવામાં આવતી સુવિધાઓ જેવી કે સફાઈ, પાર્કિંગ, સ્ટાફ વર્તુણક, પીવાના પાણી અને વપરાશના પાણી, બેઠક વ્યવસ્થા, લાઈટ પંખા અને એસી સહિતની સુવિધાઓ કેવી લાગી તેના માટે ફોર્મમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લોકો તરફ થી મળેલ ફીડબેક બાદ કોર્પોરેશન સુધારા વધારા કરી શકશે. કોર્પોરેટ ઓફિસમાં લેવામાં આવતા ફીડબેક જેમ જ લોકો ને કોલ પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...