શિક્ષક સહિતનો સ્ટાફ રજા પર!:અમદાવાદના વાડજની સ્કૂલમાં શિક્ષકો અને કર્મચારીઓને રજા આપીને 75 બાળકોને સ્કૂલ સોંપી દેવાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદના વાડજની એક સ્કૂલમાં તમામ શિક્ષકો અને અન્ય કર્મચારીઓને એક દિવસની રજા આપવામાં આવી છે. સ્કૂલના બાળકોને જ સ્કૂલની જવાબદારી સોંપવામાં આવી છે. આ બાળકો જ આજે સ્કૂલમાં અન્ય બાળકને ભાનવતા હતા તથા અન્ય કર્મચારીઓની જેમ કર્મચારી બનીને કામ કર્યા હતા.

શિક્ષક દિવસને બાળકોએ યાદગાર બનાવ્યો
વાડજમાં આવેલી નિમાં સ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 75 જેટલાં બાળકોને શિક્ષક, આચાર્ય, કર્મચારીની જવાબદારી સોંપવામાં આવી હતી. આ બાળકોએ જ આજે આ તમામ જવાબદારી લઈને સ્કૂલના 700 જેટલા બાળકોને ભણાવ્યા, ઓફિસનું કામ કર્યું અને સ્કૂલનું સંપૂર્ણ સંચાલન કર્યું હતું. આજનો આ દિવસ શિક્ષકો અને બાળકો માટે પણ ખૂબ યાદગાર બની ગયો હતો.

બાળકોને શિક્ષકોએ અઠવાડિયાથી ભણાવવાની તાલીમ આપી
સ્કૂલના આચાર્ય સહદેવસિંહ સોનાગરાએ જણાવ્યું હતું કે, અમે 7 દિવસથી દરેક બાળકને ચોક્કસ પ્રકરણ આપી કેવી રીતે ભણાવવું તેની તાલીમ આપી હતી.દરેક બાળ શિક્ષકોનું વર્ગ શિક્ષણ કાર્યનું નિરીક્ષણ એક્સપર્ટ શિક્ષકો દ્વારા કરવામાં આવશે.આ પ્રકારે શિક્ષણ ઉજવણી કરવાથી બાળકોને પણ કંઈક નવું શીખવા મળશે અને નવો અનુભવ થાય છે.

અન્ય સમાચારો પણ છે...