તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં કોરોનાના હાહાકાર સામે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલ રસીકરણને યોગ્ય પ્રતિસાદ મળી રહ્યો નથી. રસી લીધા બાદ કેટલાક લોકોને સામાન્ય તાવ આવવો અને અન્ય લક્ષણો જોવા મળતા જે લોકોએ રસી લીધી નથી તેમનામાં ડર જોવા મળી રહ્યો છે. જેને કારણે રસીકરણને યોગ્ય પ્રતિસાદ મળી રહ્યો નથી.સોલા સિવિલમાં રસીકરણ ચાલુ છે પરંતુ રસી લેવા માટે ખૂબ જ ઓછા લોકો આવી રહ્યા છે. આજે બપોરે એક વાગ્યા સુધીમાં સોલા સિવિલમાં માત્ર 44 લોકોએ જ રસી લીધી હતી અને રસી લીધા બાદ ઓબ્ઝર્વેશન રૂમમાં પણ કોઈ બેઠું ન હતું.
સરકારી હોસ્પિટલમાં રસી વિના મૂલ્યે જ મળી રહી છે
શહેરના અલગ અલગ કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સોલા સિવિલ ખાતે પણ રસીકરણ ચાલી રહ્યું છે. આજથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. સરકારી હોસ્પિટલમાં રસી વિના મૂલ્યે જ મળી રહી છે છતાં હોસ્પિટલમાં લોકો ખૂબ ઓછા રસી લેવા આવી રહ્યા છે.સોલા સિવિલમાં સવારે 9 વાગે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતી. ત્યારે 9 થી 1 વાગ્યા સુધીમાં માત્ર 44 લોકોને જ રસી આપવામાં આવી છે.
સરકારી હોસ્પિટલમાં જ ગાઈડલાઈનના ધજાગરા
રસી લીધા બાદ 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશનમા બેસવાનું હોય છે. જે માટે રજીસ્ટરમાં રસી લીધાના સમયની અને તે બાદ 30 મિનિટ બેઠા બાદ બહાર નીકળતા સમયની પણ નોંધણી કરવામાં આવે છે.પરંતુ સોલા સિવિલમાં નર્સ દ્વારા જ્યારે રસી લેનારના નામની નોંધણી કરવામાં આવી હતી. ત્યારે રસી આપવાનો સમય પણ લખી દેવામાં આવ્યો હતો અને 30 મિનિટ સુધી બેસવાનો સમય પણ પહેલા જ લખી દેવામાં આવ્યો હતો. જેના કારણે ઓબ્ઝર્વેશન રૂમમાં કોઈ બેસતું નહોતું. સરકારી હોસ્પિટલમાં જ સરકારની ગાઈડ લાઈનનું પાલન થતું નથી. જેથી લોકોને વેક્સિન પર વિશ્વાસ પણ રહેતો નથી.
વેક્સિન લેનારે અન્યોને અપીલ કરી
રસી લેવા આવેલા ચેતનાબેન જણાવ્યું હતું કે મારી 58 વર્ષ ઉમર છે. મને 4 મહિના અગાઉ કોરોના થયો હતો. તે સામાન્ય સામાન્ય લક્ષણો હતા. 14 દિવસમાં દવા લીધા બાદ આજે સારું છે.સારું હોવા છતાં આજે હું વેક્સિન લેવા આવી છું.મને કોરોના થયો અને સાજી પણ થઈ છતાં મે વેક્સિન લીધી છે તો જે લોકોને હજુ કોરોના થયો નથી તેઓએ અવશ્ય વેક્સિન લેવી જોઈએ અને જેમને થઈ ગયો હોય તે લોકોએ પણ લેવી જોઈએ.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.