તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્જેક્શન લેવા દોડાદોડી:સરકારી હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ હોવાની અફવાને પગલે અમદાવાદની સોલા સિવિલમાં લોકોની ભીડ જામી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સોલા સિવિલ હોસ્પિટલની ફાઈલ તસ� - Divya Bhaskar
સોલા સિવિલ હોસ્પિટલની ફાઈલ તસ�
  • સોલા સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન મળતા હોવાની અફવાથી લોકોની દોડાદોડી
  • સ્વજનો માટે ઇન્જેક્શન લેવા માટે ઝાયડસની બહાર બે દિવસોથી લોકોની પડાપડી થઈ રહી છે

શહેરમાં એક તરફ કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું છે ત્યારે બીજી તરફ હવે અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકોની પડાપડી થઈ રહી છે. સરકારી હોસ્પિટલમાં રેમડેસિવિર ઉપલબ્ધ હોવાની વાતોને પગલે આજે સોલા સિવિલ ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. જોકે હકીકતમાં આ વાત માત્ર અફવા હતી. લોકો કોરોનાથી પોતાના સ્વજનોને બચાવવા માટે ઇન્જેક્શન લેવા માટે દોડાદોડી કરી રહ્યા છે. ઝાયડસ હોસ્પિટલની બહાર લોકો કલાકો લાંબી લાઈનો લગાવીને ઊભેલા જોવા મળી રહ્યા છે.

સોલા સિવિલ હોસ્પિટલની તસવીર
સોલા સિવિલ હોસ્પિટલની તસવીર

સોલા સિવિલમાં રેમડેસિવિર ખરીદવા ભીડ પહોંચી
કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેક્શનનો વપરાશ વધ્યો છે. એવામાં સોલા સિવિલમાં રેમડેસિવિર મળતા હોવાના સમાચાર ને પગલે લોકોની ભીડ ત્યાં જમા થઈ ગઈ હતી. હકીકતમાં સોલા સિવિલ ખાતે રેમડેસિવિરનો કોઈ સ્ટોક નથી આવ્યો. આ વાત માત્ર અફવા હતી, પરંતુ રેમડેસિવિર લેવા માટે લોકો સતત પેનિક કરી રહ્યા છે.

સુરત, રાજકોટ, મહેસાણા સહિતમાંથી લોકો ઈન્જેક્શન લેવા માટે ઝાયડસ આવી પહોંચ્યા.
સુરત, રાજકોટ, મહેસાણા સહિતમાંથી લોકો ઈન્જેક્શન લેવા માટે ઝાયડસ આવી પહોંચ્યા.

રેમડેસિવિર ઈન્જેકશનની ડિમાન્ડ વધી
કોરોના મામલે દિવસે ને દિવસે ગુજરાતની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. છેલ્લા 2-3 દિવસથી કોરોનાના રોજ 3000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેને પગલે લોકોમાં ફરી હવે કોરોનાનો ડર ઊભો થયો છે, જેમાં અમદાવાદ અને સુરતમાં તો સૌથી વધુ કેસ આવી રહ્યા છે. હાલ જે કેસ નોંધાઇ રહ્યા છે એમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા ખૂબ વધુ હોવાથી તેમને ICUમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આ દર્દીઓને ક્રિટિકલ સમયમાં રાહત આપવા માટે પ્રાઇમરી સ્ટેજ પર રેમડિસિવિર ઈન્જેકશન આપવામાં આવે છે, જેને કારણે રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવા માટે લોકો આખો દિવસ અમદાવાદના થલતેજ સ્થિત ઝાયડસ હોસ્પિટલના ફાર્મસી સ્ટોર પર લાઈન લગાવી રહ્યા છે.

ઝાયડ્સ કેડિલા કંપની લોકોને સૌથી સસ્તા ભાવે ઈન્જેકશન આપે છે.
ઝાયડ્સ કેડિલા કંપની લોકોને સૌથી સસ્તા ભાવે ઈન્જેકશન આપે છે.

‘ભલે ઈન્જેક્શન ન આવે, પણ લાઈનમાં તો ઊભા રહેવા દો’
ઝાયડસના ફાર્મસી સ્ટોરે તો ગઈકાલે રાત્રે એક વ્યક્તિને એમ કહી દીધું હતું કે તમે લાઈનમાં ઊભા ના રહો, હવે અમારી પાસે સ્ટોક નથી, પરંતુ બહારથી આવેલા લોકોએ કરગરીને કહ્યું કે ભલે ઈન્જેક્શન ન આવે, પણ લાઈનમાં તો ઊભા રહેવા દો. જે દર્દી માટે ઈન્જેક્શન લેવાનાં હોય તેનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને આધારકાર્ડ આ ત્રણેય મેચ થાય તો જ ઈન્જેક્શન આપવામાં આવે છે.

ખાનગી હોસ્પિટલમાં ઈન્જેકશન ન મળતાં લોકોએ લાઈન લગાવી
આ ઈન્જેકશન બજારમાં ડિસ્ટ્રિબ્યુટર પાસે 899થી લઈને 5400 સુધી અલગ અલગ કંપનીના ભાવ મુજબ મળે છે, જેમાં ઝાયડ્સ કેડિલા કંપની લોકોને સૌથી સસ્તા ભાવે રૂ.899માં ઈન્જેકશનનું વેચાણ કરતી હોવાથી લોકો લાઈન લગાવી રહ્યા છે. જોકે રાજ્ય સરકાર પાસે તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ઈન્જેકશન ઉપલબ્ધ છે, પરંતુ લોકોને ડર છે કે આ ઈન્જેકશનની અછત સર્જાશે અને કેટલાક લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ઈન્જેકશન મળતાં ન હોવાથી તેઓ લાઇન લગાવીને ઊભા છે.

થલતેજ સ્થિત ઝાયડસના ફાર્મસી સ્ટોર પર રેમડેસિવીર ઈન્જેક્શન ખરીદવા લાગેલી લાઈનની તસવીર 4 એપ્રિલની છે.
થલતેજ સ્થિત ઝાયડસના ફાર્મસી સ્ટોર પર રેમડેસિવીર ઈન્જેક્શન ખરીદવા લાગેલી લાઈનની તસવીર 4 એપ્રિલની છે.

દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઘટતા ઈન્જેક્શનોની માગ વધી
આ અંગે સિનિયર ડોક્ટર તુષાર પટેલે DivyaBhaskar સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ દર્દીઓનું ઓક્સિજન લેવલ ઓછું થઈ રહ્યું છે. જેને કારણે બજારમાં રેમડેસિવીર ઈન્જેક્શન ખરીદવા લોકોની લાઈન લાગી છે. અગાઉ આ ઈન્જેક્શન ખૂબ મોંઘું મળતું હતું. પરંતુ હવે શહેરની ઝાયડસ હોસ્પિટલમાં માત્ર 900 રૂપિયામાં જ ઈન્જેક્શન મળી રહે છે, જ્યારે અન્ય જગ્યાએ આ ઇન્જેક્શન હજુ પણ 5000 રૂપિયા સુધીમાં મળે છે. જેને કારણે લોકો 900 રૂપિયાનું ઈન્જેક્શન ખરીદવાનું વધુ પસંદ કરે છે.

રેમડેસિવીર ઈન્જેક્શનના વેચાણ અંગે ઝાયડસ હોસ્પિટલની પ્રેસ રીલિઝ
રેમડેસિવીર ઈન્જેક્શનના વેચાણ અંગે ઝાયડસ હોસ્પિટલની પ્રેસ રીલિઝ

ઝાયડસમાં સવારના 8થી સાંજના 8 સુધી વેચાણ
ઝાયડસ હોસ્પિટલ દ્વારા પણ જાણકારી આપવામાં આવી છે કે તેઓ હવે 5 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન સવારે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી આ ઈન્જેક્શનનું વેચાણ કરશે. તે માટે દર્દીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ, આધાર કાર્ડ અને ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો