મહિલા તબીબ દુષ્કર્મ કેસ:અમદાવાદના ચકચારભર્યા હાઇપ્રોફાઇલ કેસમાં આઈ સર્જન ડો. ભાવેશ પટેલને ગ્રામ્ય કોર્ટે શરતી જામીન આપ્યા

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ગ્રામ્ય કોર્ટની ફાઈલ તસવીર. - Divya Bhaskar
અમદાવાદ ગ્રામ્ય કોર્ટની ફાઈલ તસવીર.

માલદીવ ટાપુ પર લઇ જઇ ત્યાંના રિસોર્ટમાં ગાયનેકોલોજીસ્ટ મહિલા ડોકટર પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૃદ્ધના કૃત્યના ચકચારભર્યા હાઇપ્રોફાઇલ કેસમાં અમદાવાદના આઇ સર્જન ડો. ભાવેશ પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. તબીબી આલમમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બનેલા આ ચકચારી કેસમાં આખરે આઇ સર્જનને ભાવેશ પટેલને કોર્ટમાંથી રાહત મળી છે.

‘મહિલા ડો. સાથે બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય આચર્યુ’
​​​​​​​
ચકચારભર્યા હાઇપ્રોફાઇલ કેસમાં સરકારપક્ષ તરફથી આરોપી ડોકટર ભાવેશ પટેલની જામીન અરજીનો સખત વિરોધ કરતાં જણાવાયું હતું કે, આરોપી ડોકટરે પોતાની માલિકીના રાણીપ વિસ્તારમાં આવેલ કૃષ્ણાગોપાલ સોસાયટી ખાતેના મકાનમાં ફરિયાદી મહિલા ડોકટર સાથે તેની મરજી વિરુદ્ધ આરોપીએ પોતાના ઘેર તેમ જ માલદીવ ટાપુ ખાતેના એક રિસોર્ટ પર લઇ જઇ ફરિયાદીના ગુદાના ભાગે બળજબરીપૂર્વક સંભોગ કરી સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય આચર્યુ હતુ અને મુખમૈથુન કરવાની ફરજ પાડી હતી. આવા ગંભીર ગુનામાં જો આરોપીને જામીન અપાય તો કેસના ફરિયાદી અને સાહેદોને ડરાવી ધમકાવી કે પ્રલોભન આપી કેસની તપાસને નુકસાન પહોંચાડી શકે અને પુરાવા સાથે ચેડા કરી શકે તેવી પૂરી દહેશત છે.

‘તેઓ બંને લીવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા’
આ દરમિયાન આરોપી ડોકટર ભાવેશ પટેલ તરફથી એડવોકેટ યશ પટેલે બચાવ કરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં અરજદાર વિરુદ્ધ ખોટા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. કોરોના દરમિયાન અરજદારના પત્ની કે જે પણ ડોકટર હતા, તેમનું દુઃખદ નિધન થયા બાદ અરજદાર ફરિયાદીના પરિચયમાં આવ્યા હતા અને તેઓ બંને લીવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા. જો કે, ફરિયાદીએ અરજદારના બે સંતાનોથી અલગ તેણીની સાથે લગ્ન કરી અલગ રહેવા દબાણ કરતાં અને તેણીને સાયન્સસિટી રોડ પર દોઢ કરોડ રૂપિયાનો ફલેટ લઇ આપવા માંગણી કરી હતી.

બન્ને પક્ષોની દલીલો બાદ શરતી જામીન મંજૂર​​​​​​​
જે બંને બાબતોનો અરજદારે ઇનકાર કરતાં ફરિયાદીએ બદઇરાદાપૂર્વક અદાવત રાખી અરજદાર વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ બીજું કંઇ નહીં પરંતુ કાયદાકીય પ્રક્રિયાનો દૂરપયોગ છે. અરજદાર ડોકટર તરફથી કરાયેલી દલીલોમાં તથ્ય માની અમદાવાદ ગ્રામ્ય કોર્ટના એડિશનલ સેશન્સ જજ એ.એચ.સીબીયાએ ડો.ભાવેશ પટેલના શરતી જામીન મંજૂર રાખ્યા હતા.