માસૂમને હવસનો શિકાર બનાવી:અમદાવાદના માધવપુરામાં 3 વર્ષની બાળકીને બરફ ગોળો ખવડાવવાની લાલચ આપી પાડોશી યુવકે દુષ્કર્મ ગુજાર્યું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના માધવપુરામાં બાળકો સાથે રમતી 3 વર્ષની માસુમ બાળકીને બરફ ગોળો ખવડાવવાની લાલચ આપી પાડોશી યુવક રીક્ષામાં લઈ ગયો હતો. માસુમ બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ. જેના કારણે બાળકીને ગંભીર ઇજાઓ પહોચી હતી.

બાળકી રડવા લાગતા પડોશી યુવક ભાગી ગયો હતો. આ અંગે માધવપુરા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે. જો કે આરોપી હજી સુધી પકડાયો નથી.

અન્ય સમાચારો પણ છે...