• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Hindi Samaj In Ahmedabad's Bapunagar And Sindhi Samaj In Naroda Are Decisive, Victory Is Decided By A Small Margin, Know The Status Of Both The Seats

સમાજ-સમાજ વચ્ચે ખરા-ખરીનો જંગ જામશે:અમદાવાદના બાપુનગરમાં હિન્દી સમાજ અને નરોડામાં સિંધી સમાજ નિર્ણાયક, ઓછા માર્જિનથી હાર જીત નક્કી થાય, જાણો બંને બેઠકની સ્થિતિ

અમદાવાદ17 દિવસ પહેલા
બાપુનગર બેઠકના ઉમેદવાર (ડાબેથી) કોંગ્રેસના હિંમતસિંહ પટેલ, ભાજપના દિનેશ કુશવાહ અને આપના રાજેશ દિક્ષિત

વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. આજે અમદાવાદની બાપુનગર અને નરોડા બેઠકની સ્થિતિ અંગે જાણીએ.... બાપુનગર વિધાનસભા બેઠક હિન્દી ભાષી બેઠક કહેવાય છે. બાપુનગરમાં અત્યારસુધી દરેક ઉમેદવાર ઓછા માર્જિન સાથે જ જીત મેળવે છે. જ્યારે નરોડા બેઠક પર સિંધી સમાજમાંથી આવતા ઉમેદવારો જ ચૂંટાઈને આવે છે. નરોડા બેઠક છેલ્લી 4 ટર્મથી ભાજપનો ગઢ રહી છે.

બાપુનગર વિધાનસભા બેઠક હિન્દી ભાષી બેઠક કહેવાય
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની ત્રણ વિધાનસભા બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ખરા-ખરીનો જંગ જામશે અને જેમાં સમાજના મતો ઉમેદવારો માટે નિર્ણાયક બનશે. અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠક હિન્દી ભાષી બેઠક કહેવાય છે અને જેમાં સૌથી વધારે હિન્દીભાષી પરપ્રાંતિયો અને અન્ય સમાજના લોકોના મતો વધુ નિર્ણાયક બને છે જેના કારણે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ બેઠક પર હિન્દીભાષી ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા છે. બાપુનગર બેઠકની વાત કરીએ તો તેમાં અલગ અલગ સમાજના લોકો રહે છે જેમાં સૌથી વધારે મુસ્લિમ, હિન્દીભાષી અને દલિત સહિત અન્ય સમાજના મતો છે. 40,000થી વધારે હિન્દીભાષી મતો આ બેઠક ઉપર નિર્ણાયક બની રહે છે.

બાપુનગર વિધાનસભા બેઠક પર ખૂબ જ ઓછા માર્જિનથી હાર જીત નક્કી થતી હોય છે.
બાપુનગર વિધાનસભા બેઠક પર ખૂબ જ ઓછા માર્જિનથી હાર જીત નક્કી થતી હોય છે.

હિન્દી ભાષીના 40000 ભાજપ અને કોંગ્રેસ બંને માટે નિર્ણાયક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બાપુનગર વિધાનસભા બેઠક પર ખૂબ જ ઓછા માર્જિનથી હાર જીત નક્કી થતી હોય છે. ગત વર્ષની 2017 ની વિધાનસભા ની ચૂંટણીમાં હિંમતસિંહ પટેલ માત્ર 3067 વોટથી જ જીત્યા હતા. મુસ્લિમ સમાજના 57,000 થી વધારે વોટ છે. જ્યારે દલિત સમાજના 23,000 થી વધુ વોટ છે. પાટીદાર સમાજના અંદાજે 30,000 જેટલા વોટ છે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ સીટ પર હારજીત નક્કી કરવી મુશ્કેલ છે. બાપુનગર વિધાનસભામાં પરપ્રાંતીય હિન્દીભાષીઓનું પ્રમાણ વધ્યું છે. હિન્દી ભાષીના 40000 ભાજપ અને કોંગ્રેસ બંને માટે નિર્ણાયક બને છે.

બાપુનગરમાં સીધો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે
આ વખતે બાપુનગરમાંથી ભાજપે સ્થાનિક એવા દિનેશ કુશવાહ અને કોંગ્રેસમાંથી હિંમતસિંહ પટેલને ફરી રિપીટ કરવામાં આવ્યા છે. જોકે હિંમતસિંહ પટેલની છેલ્લા પાંચ વર્ષની અંદર નિષ્ક્રિયતાને લઈ અને હિન્દી ભાષી ઉપરાંત અન્ય સમાજના લોકોમાં પણ ક્યાંકને ક્યાંક રોષ ફેલાયેલો છે જેનું નુકસાન કોંગ્રેસને થઈ શકે છે અને જેને ધ્યાનમાં રાખી અને AIMIMના ઉમેદવારનું પણ ફોર્મ પાછું ખેંચવામાં હિંમતસિંહ પટેલ સફળ રહ્યા છે ત્યારે હવે સીધો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. ગત વર્ષે જે રીતે ચૂંટણીમાં કાંટે કી ટક્કર થઈ હતી તેમ આ વખતે પણ હવે દિનેશ કુશવાહ અને હિંમતસિંહ પટેલ વચ્ચે રહેશે.

નરોડા બેઠકના ઉમેદવાર (ડાબેથી) આપના ઓમપ્રકાશ તિવારી, ભાજપના પાયલ કુકરાણી અને NCPના મેઘચંદ ડોડવાણી.
નરોડા બેઠકના ઉમેદવાર (ડાબેથી) આપના ઓમપ્રકાશ તિવારી, ભાજપના પાયલ કુકરાણી અને NCPના મેઘચંદ ડોડવાણી.

નરોડા વિધાનસભા બેઠક પર રસાકસી ભર્યો માહોલ જોવા મળશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એકમાત્ર અમદાવાદની બેઠક જ્યાં સિંધી સમાજનું સૌથી વધારે વર્ચસ્વ રહેલું છે અને સિંધી સમાજના મતો નિર્ણાયક બનતા હોય છે એવી નરોડા વિધાનસભા બેઠક પર પણ આ વખતે રસાકસી ભર્યો માહોલ જોવા મળશે. કારણકે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવાર સિંધી સમાજના છે. સિંધી સમાજ બાદ હિન્દી ભાષા અને પરપ્રાંતીય લોકોના મતો વધુ છે. આમ આદમી પાર્ટીએ હિન્દી ભાષી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. નરોડા વિધાનસભા બેઠક પર ભાજપમાં અંદરો અંદર નારાજગીની વચ્ચે કોંગ્રેસ દ્વારા સિંધી સમાજના અને પ્રતિષ્ઠિત વેપારીને મેદાનમાં ઉતારી અને જ્યાં ભાજપની એક સેફ સીટ ગણવામાં આવતી હતી ત્યાં હવે સમાજ અને ભાજપમાં જ નારાજગીનો સૂર જોઈ અને કોંગ્રેસે સિંધી સમાજમાંથી પ્રતિષ્ઠિત વેપારીને ઉમેદવાર તરીકે ઉતારી અને રસાકસી ભર્યો માહોલ જોવા મળશે.

નરોડામાં ભાજપે સિંધી સમાજના ઉમેદવાર
નરોડા બેઠક પર સિંધી સમાજમાંથી આવતા ઉમેદવારો જ ચૂંટાઈને આવે છે. ભાજપ છેલ્લી ચાર ટર્મથી અહીંયા જીતે છે. જેમાં ડો. માયાબેન કોડનાની, ડો. નિર્મલાબેન વાઘવાની અને બલરામ થાવાણી એમ સિંધી સમાજના જ ઉમેદવાર ઉભા રાખ્યા છે અને તેઓ સારી એવી લીડથી જીત્યા છે. ત્યારે આ વખતે પણ ભાજપ ચૂંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવેલા ઉમેદવાર યુવા અને મહિલા છે પરંતુ આ મહિલા ઉમેદવાર સામે સિંધી સમાજમાં જ નારાજગી છે. સૈજપુર બોઘા વોર્ડના મહિલા કોર્પોરેટર રેશમાબેન કુકરાણીના પુત્રી ડોક્ટર પાયલ કુકરાણીને ટિકિટ આપવામાં આવી છે.

નરોડા બેઠક પર સિંધી સમાજમાંથી આવતા ઉમેદવારો જ ચૂંટાઈને આવે છે.
નરોડા બેઠક પર સિંધી સમાજમાંથી આવતા ઉમેદવારો જ ચૂંટાઈને આવે છે.

નરોડામાં કોંગ્રેસ-NCPએ પ્રતિષ્ઠિત વેપારીને ટિકિટ આપી
અને સિંધી સમાજના લોકોમાં વિરોધ છે કે ડોક્ટર પાયલ કુકરાણીએ અન્ય સમાજમાં લગ્ન કરી લીધા છે તેથી તેઓ હવે સિંધી સમાજમાં ગણાય નહીં જેથી તેઓને ટિકિટ આપવાની જગ્યાએ સ્થાનિક ને ટિકિટ આપવી જોઈતી હતી પરંતુ ભાજપ એ આ મહિલા ઉમેદવારને ટિકિટ આપતા સિંધી સમાજમાં ક્યાંક ને ક્યાંક હજી નારાજગી છે અને ભાજપના કાર્યકર્તાઓ પણ આ મહિલા ઉમેદવાર તરીકે ડોક્ટર પાયલ આવશે તેવી આશા રાખતા ન હતા પરંતુ આ રીતે નામ જાહેર આ ઉમેદવારની જાહેરાતથી ક્યાંક ને ક્યાંક નારાજ છે. જેનો સીધો ફાયદો કોંગ્રેસ દ્વારા ઉઠાવી અને અમદાવાદમાં ઇલેક્ટ્રોનિક એસોસિએશનના પ્રમુખ મેઘચંદ ડોડવાણી નામના પ્રતિષ્ઠિત વેપારીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

અન્ય સમાચારો પણ છે...