હર ઘર ત્રિરંગાનો લક્ષ્યાંક છે, પરંતુ આજે શહેરના બહેરામપુરમાંથી કચરાના ઢગલાં પાસેથી રાષ્ટ્રધ્વજ અને તેમાં પોટલું બાંધીને રાખેલા ભાજપના ઝંડા અને ખેસ મળી આવ્યા છે. NSUIના નેતા પસાર થતાં તેમની નજરે પડ્યા હતા. જેથી તેમને ત્યાં જઈને પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ પોટલું લઈને પોલીસ સ્ટેશન પોટલું લઈ ગઈ છે.
NSUI નેતાએ ગુનો નોંધવા માગ કરી
NSUIના નેતા સંજય સોલંકી બહેરામપુરા વિસ્તારમાં રહે છે. આજે સવારે તેઓ ઘરેથી નીકળતા હતા, ત્યારે કેલિકો મિલન ગેટ નંબર 6 પાસે કચરાના ઢગલાં પાસે રાષ્ટ્રધ્વજ જમીન પર હતો, જેની નજીક જઈને જોતાં રાષ્ટ્રધ્વજનું પોટલું બાંધેલું હતું. જેમાં ભાજપના ઝંડા અને ખેસ જોવા મળ્યા હતા. સંજય સોલંકીએ તાત્કાલિક 100 નંબર પર ફોન કરીને જાણ કરી હતી અને આ મામલે ગુનો નોંધવા માંગણી કરી છે.
આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરા
સંજય સોલંકીએ જણાવ્યું હતું કે, આ રીતે રાષ્ટ્રધ્વજનું અપમાન ના કરી શકાય. મારી નજર પડતાં જ હું ત્યાં ગયો હતો. ત્યાં આસપાસ સીસીટીવી કેમેરા પણ છે, જેથી પોલીસ ગુનો નોંધીને સીસીટીવી કેમેરા ચેક કરે તથા જે વ્યક્તિએ આ પોટલું બાંધીને ફેંક્યું હોય તેની સામે કાર્યવાહી કરે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.