તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad's Ambawadi, A Drunken Husband Threatened To Commit Suicide If His Wife Did Not Allow Him To Enter The House; The Husband Had Been Marauding For 6 Months

વિવાદ:અમદાવાદના આંબાવાડીમાં દારૂડિયા પતિને પત્નીએ ઘરમાં ઘૂસવા ન દેતા આપઘાતની ધમકી; પતિ 6 મહિનાથી મારઝૂડ કરતો હતો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આખરે પત્નીએ પોલીસ બોલાવીને પતિને પકડાવી દીધો

દારૂ પીને પત્ની સાથે મારઝૂડ કરતો પતિ પત્નીના ચરિત્ર અંગે શંકા રાખીને હેરાન કરતો હતો. જેથી કંટાળીને પત્નીએ 15 દિવસથી પતિને ઘરમાં આવવા દીધો ન હતો. ગુસ્સે થયેલા પતિએ ઘરમાં આવવાની જીદ કરી દીકરાને આપી દેવાની માગણી કરી આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. કંટાળીને પત્નીએ ફરિયાદ કરતા સેટેલાઈટ પોલીસે પતિની ધરપકડ કરી હતી.

આંબાવાડીમાં એસ.આઈ.સી.રેસિડેન્ટલ કોલોનીમાં રહેતા યોગિતાકુમારી પ્રસુનકુમાર (ઉં.28) બાપુનગરની એસ.આઈ.સી.જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. યોગિતાકુમારીએ 6 વર્ષ પહેલા પ્રસુનકુમાર સાથે લગ્ન કર્યાં હતા. સંતાનમાં તેમને શિવાંસ(ઉં.5) દીકરો છે. પ્રસુનકુમારને દારૂ પીવાની ટેવ હોવાથી અવારનવાર દારૂ પીને યોગિતાકુમારી સાથે મારઝૂડ કરતા હતા. ઉપરાંત, યોગિતાબહેનને કોઇ બીજા પુરુષ સાથે આડો સબંધ હોવાની શંકા રાખી તે બાબતે પ્રસુનકુમાર તેમની સાથે મારામારી કરતા હતા. જોકે રોજના ત્રાસથી કંટાળીને યોગિતાકુમારીએ 15 દિવસ પહેલા પ્રસુનકુમારને ઘરમાંથી કાઢી મૂકયા હતા.

દરમિયાનમાં પ્રસુનકુમારે ઘરમાં આવવાની જીદ કરી હતી. પંરતુ યોગિતાબહેને તેમને ઘરમાં આવવા નહીં દેતા પ્રસુનકુમાર ગાળો બોલી હતી. આટલું જ નહીં પ્રસુનકુમારે કહ્યું હતું કે,‘દીકરો શિવાંસ મને આપી દે નહીં તો હું આત્મહત્યા કરી લઈશ.’ જેથી કંટાળીને યોગિતાબહેને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા સેટેલાઈટ પોલીસ આવી હતી. આ અંગે યોગિતાબહેનની ફરિયાદના આધારે સેટેલાઈટ પોલીસે પ્રસુનકુમારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...