ત્રાસદાયી સાસરિયાં:અમદાવાદમાં પતિ કહેતો, 'હું ગોરા વર્ણનો છું અને તું શ્યામ વર્ણની, ટોયલેટ બાદ પણ ન્હાવું પડશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિને 3 વાગ્યે નોકરી જવાનું હોઈ પત્નીને ટિફિન બનાવવા આટલા વહેલા ઉઠી પહેલા નાહવાનું પછી રસોડામાં જવાનું
  • ઇસનપુરની મહિલાનો શાદી ડોટકોમ વેબસાઈટ પર યુવક સાથે પરિચય થયો હતો

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ-સસરા અને નણંદ સામે શારીરિક અને માનસિક ત્રાસ અંગેની ફરિયાદ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઓનલાઇન શાદી ડોટકોમ વેબસાઈટ પરથી બંને વચ્ચે ઓળખાણ થયા બાદ તેમણે લગ્ન કર્યા હતા. ત્રણ મહિના બાદ પતિએ પરિણીતાને કહ્યું હતું કે, હું ગોરા વર્ણનો છું અને તું શ્યામ વર્ણની છે.' અવારનવાર આ રીતે સાસરીયાં હેરાન પરેશાન કરતા હતા. સાથે પતિ કહેતો, ઘરમાં મારી માતા અને બહેન ઓમ શાંતિનો ધર્મ પાળે છે જેથી નાહ્યા બાદ જ રસોડામાં જવાનું તેમજ ટોયલેટ ગયા બાદ પણ નહાવાનું એમ કહેતા હતા. પરિણીતાએ, 'બને એટલા નિયમ પાળીશું' કહેતા સાસુ-સસરા તેમજ પતિએ બોલાચાલી કરી હતી.

માર્ચ 2021માં લગ્ન થયા હતા
ઇસનપુર વિસ્તારમાં 36 વર્ષીય પરિણીતા તેના માતા-પિતા સાથે રહે છે. ઓનલાઇન શાદી ડોટકોમ વેબસાઈટ પરથી તેની યુવક સાથે ઓળખાણ થયા બાદ માર્ચ 2021ના રોજ વિંઝોલ ગામમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતી સંયુક્ત કુટુંબમાં રહેવા ગઈ હતી. ત્રણ મહિના સુધી સારી રીતે રાખ્યા બાદ પરિણીતાને તેના પતિએ કહ્યું હતું કે, 'હું ગોરા વર્ણનો છું અને તું શ્યામ વર્ણની છે.' આમ કહીને અવારનવાર તેને હેરાન પરેશાન કરતા હતા.

વટવા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
વટવા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

સવારે 3 વાગે ઉઠીને પતિ માટે ટિફિન બનાવવાનું
પતિ કહેતો, ઘરમાં મારી માતા અને બહેન ઓમ શાંતિનો ધર્મ પાળે છે, જેથી નાહ્યા બાદ જ રસોડામાં જવાનું તેમજ ટોયલેટ ગયા બાદ પણ નહાવાનું. જોકે વહેલા સવારે ત્રણ વાગ્યે પતિને નોકરીએ જવાનું હોય આટલા વહેલા ઉઠીને ટિફિન બનાવવા માટે પહેલા નાહવા જવાનું. આમ અવારનવાર સાસરિયા ઝઘડો કરતા હતા. લગ્નમાં ખર્ચો થઈ જતા દેવું થઈ ગયું હોવાથી પિયરમાંથી પૈસા લાવવાનું કહેતા હતા.

સાસુ-સસરા અને નણંદ પણ હેરાન કરતા
સાસુ-સસરા અને નણંદે, 'અમે ઘરમાં ઓમ શાંતિ ધર્મના નીતિ-નિયમો પાળીએ છીએ જે તારે પણ પાળવા પડશે' તેમ કહ્યું હતું. પરિણીતાએ બને એટલા નિયમ પાળીશું કહેતા સાસુ-સસરા તેમજ પતિએ બોલાચાલી કરી હતી. બાદમાં તે પિયર જતી રહેતા સમાધાન કરીને ઘરે લાવ્યા, બાદમાં ચાર દિવસ બાદ ફરી ઝઘડા થતા બોલાચાલી થઈ હતી. જેથી પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી. પરિણાતા પિયરમાં રહેવા જતી રહી હતા અને બાદમાં તેણે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.