પતિએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી:અમદાવાદમાં પતિથી અલગ થયેલી પત્નીએ પતિની આવક જાણવા શેરબજાર ટ્રાન્જેક્શન અને સિબિલ સ્કોર કઢાવ્યો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં એક પત્નીએ તેના પતિની આવક જાણવા માટે એક ખતરનાક આઈડિયા અજમાવ્યો હતો. તેણે તેના પતિના મોબાઈલ નંબર સાથે પાનકાર્ડ અને અલગ અલગ ડિઇટેલ મારફતે સિબિલ સ્કોર મેળવી લીધો હતો. જેમાં તેની આવક જાવકની સાથે તેના શેરબજારના ટ્રાન્જેક્શનની ડિટેલ પણ મેળવી લીધી હતી. આ ટ્રાન્જેક્શનનો તે શું ઉપયોગ કરવા માંગતી હતી તે જાણવા મળ્યું નથી. પરંતુ હાલ આ સમગ્ર મામલે પતિએ પત્ની સામે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

શાહીબાગ વિસ્તારમાં રહેતા લલિત બાફનાએ સાયબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્ન 2015માં જૂના લગ્ન નેહા નામની યુવતી સાથે થયા હતા. પરંતુ અંગત જીવનમાં મનમેળ ન રહેતા 2018માં તેઓ છૂટા પડ્યા હતા. ત્યાર બાદ 2020માં અલગ પડવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેની કાર્યવાહી ચાલી રહી છે. નેહાએ કોર્ટમાં રજૂ કરેલા જવાબમાં લલિત બાફનાના સિબિલ રિપોર્ટ અને પ્રાઇવેટ શેરબજાર ટ્રેડિંગના ડોક્યુમેન્ટ મૂક્યા હતા. આ ડોક્યુમેન્ટ તણીએ કઈ રીતે મેળવ્યા તે અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલી રહી હતી. આ દરમિયાન આ ડોક્યુમેન્ટ નેહાના ભાઈએ અંકિત જૈનના કહેવાથી તેના મિત્રએ કાઢી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ તમામ ડોક્યુમેન્ટ કાઢવા માટે લલિતભાઈના મોબાઈલ નંબર, પાનકાર્ડ નંબર તેમજ અલગ વસ્તુઓનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવ્યો હોવાનું સામે આવતા તેમણે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે હાલ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...