કમિટી મેમ્બરો પર હુમલો:અમદાવાદમાં સોસાયટીના સભ્યોએ ગેરકાયદે બાંધકામ દૂર કરવાનું કહેતાં મકાન માલિકે ગંદી ગાળો આપી મારઝૂડ કરી

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોને લઈને અનેક પ્રકારના વિવાદો સામે આવી રહ્યાં છે. શહેરના મેમનગર વિસ્તારમાં સ્થિત નિલમણી સોસાયટીમાં રહેતાં સભ્યએ તેમના ફ્લેટ પાસે ગેરકાયદે બાંધકામ કરતાં સોસાયટીના સભ્યોએ તેમને બાંધકામ દૂર કરવાનું કહેતાં જ સામે વાળા સભ્યએ હૂમલો કરી દીધો હતો. તેણ બાંધકામ તોડવા માટે મંગાવેલા જેસીબીના કાચ પણ તોડી નાંખ્યા હતાં. જેથી સોસાયટીના સેક્રેટરીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફ્લેટ આગળ કરેલું ગેરકાયદે બાંધકામ
પ્રાપ્ત વિગતો પ્રમાણે મેમનગર વિસ્તારમાં સ્થિત નિલમણી સોસાયટીના સેક્રેટરીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોસાયટીના ભગવાનભાઈ પ્રજાપતિએ તેમના ફ્લેટ આગળ કરેલ ગેરકાયદે બાંધકામ દૂર નહીં કરવા અંગે બોર્ડ ઓફ નોમિનિઝમાં અગાઉની અરજી સંદર્ભે બોર્ડ ઓફ નોમિનિઝના મેજિસ્ટ્રેટે ભગવાનભાઈએ માંગેલો મનાઈ હૂકમ નામંજુર કર્યો હતો. જેથી સોસાયટીના કમિટી મેમ્બરોએ ઠરાવ પસાર કરીને અવાર નવાર નોટીસો આપી હતી જે તેમણે સ્વીકારી નહોતી.

કમિટી મેમ્બરોને ગંદી ગાળો આપીને મારઝૂડ કરી
જેથી આજે સવારે કમિટીના મેમ્બરો આ ગેરકાયદે બાંધકામ દૂર કરવા સારૂ ભેગા થયા હતાં અને આ માટે જેસીબી પણ બોલાવ્યું હતું. આ દરમિયાન ભગવાનભાઈ તથા તેમના પુત્રએ કમિટી મેમ્બરોને ગંદી ગાળો આપીને મારઝૂડ કરી હતી. તેમજ જેસીબીના કાચ પણ તોડી નાંખ્યા હતાં. આ ઘટનામાં ભગવાનભાઈએ જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી હતી. જેથી સોસાયટીના સેક્રેટરીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...