તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત કાર્ય:અમદાવાદમાં વિરાયતન સંસ્થાએ ધર્માલય ટ્રસ્ટના સહયોગથી કોરોનાના દર્દીઓ માટે નિ:શુલ્ક ભોજન સેવાનું આયોજન કર્યું

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિરાયતનના કચ્છ કેન્દ્રમાં નિ:શુલ્ક ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેંક પણ બનાવવામાં આવી છે - Divya Bhaskar
વિરાયતનના કચ્છ કેન્દ્રમાં નિ:શુલ્ક ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેંક પણ બનાવવામાં આવી છે
  • વિરાયતનના કચ્છ કેન્દ્રમાં નિ:શુલ્ક ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેંક પણ બનાવવામાં આવી.
  • અમદાવાદમાં શરૂ કરેલ આ સેવાયજ્ઞમાં દેશ-વિદેશથી અનેક આગેવાનો જોડાયા છે.

સમગ્ર વિશ્વ કોવિડ-19 મહામારીનો સામનો કરી રહ્યું છે. આવી કપરી પરિસ્થિતીમાં વિરાયતન સંસ્થાએ અમદાવાદમાં ધર્માલય ટ્રસ્ટના સહયોગથી કોવિડ દર્દીઓ માટે નિ:શુલ્ક ભોજન યજ્ઞ શરૂ કર્યો છે. સંસ્થા દ્વારા કોરોનાના દર્દીઓને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરી છે. તે ઉપરાંત સંસ્થા દ્વારા જરુરિયાતમંદ લોકોને અનાજ, કપડા, દવાઓ, ધાબળા, માસ્ક, સેનેટાઈઝર વગેરેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મેડિકલ કિટ પણ વતરણ કરવામા આવે છે. સંસ્થાના આ કાર્યમાં 40 સ્વયંસેવકોની ટીમ કાર્ય કરી રહી છે.

40 સ્વયંસેવકોની ટીમ આ કાર્ય કરી રહી છે
જે દર્દીઓ ઘરમાં કોરન્ટાઈન છે, આઈસોલેશનમાં છે, અશક્તિના કારણથી પોતાનું જમવાનું બનાવી નથી શકતા તેવા દર્દીઓ માટે વિરાયતને ઘરે- ઘરે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન નિ:શુલ્ક રૂપે પહોંચાડવાની સેવા શરૂ કરી છે. સંસ્થાના ટ્રસ્ટી કુશલરાજ ભણશાલી એ જણાવ્યું છે કે આ ભોજન યજ્ઞમાં દરરોજ સેંકડો પરિવારો લાભ મેળવી રહ્યાં છે. અમદાવાદમાં શરૂ કરેલ આ સેવાયજ્ઞમાં દેશ-વિદેશથી અનેક આગેવાનો જોડાયેલ છે. બહુ જ ઓછા સમયમાં 40 સમર્પિત સ્વયંસેવકોની એક ટીમ આ કાર્ય કરી રહી છે. ભોજન બનાવવું, પેકીંગ કરવું તેમજ સમયસર ઘરે પહોંચાડવાનું કાર્ય કોઈ બાધા વગર સક્ષમ રીતે થઈ રહ્યું છે.

આ કાર્યમાં 40 સમર્પિત સ્વયંસેવકોની એક ટીમ આ કાર્ય કરી રહી છે
આ કાર્યમાં 40 સમર્પિત સ્વયંસેવકોની એક ટીમ આ કાર્ય કરી રહી છે

મેડીકલ કીટનું વિતરણ કરવામાં આવે છે
છેલ્લા દોઢ વર્ષથી આ મહામારીથી પ્રભાવિત અમદાવાદ, કચ્છ, બિહારના ગામોમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ, કપડા, દવાઓ, ધાબળા, માસ્ક, સેનેટાઈઝર વગેરેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ રિલીફ કિટમાં રોજબરોજની વપરાતી વસ્તુઓ જેવી કે લોટ, ચોખા, તુવેર દાળ, મગ દાળ, ખાંડ, તેલ, ચા પત્તી વિગેરે કુલ મળીને 11 કિલોની જરૂરી વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ મેડીકલ કીટ પણ વિતરણ કરવામાં આવી રહી છે. જેમાં માસ્ક, સેનેટાઈઝર, હાથ ધોવાના સાબુ અને ઓકસિમીટર, થર્મોમીટર અને જરૂરી દવાઓ પણ રહેલ છે.

જરૂરિયાતમંદોને અનાજ અને કપડાંની પણ સહાય કરવામાં આવે છે
જરૂરિયાતમંદોને અનાજ અને કપડાંની પણ સહાય કરવામાં આવે છે

ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેંક પણ બનાવવામાં આવી
વિરાયતનના કચ્છ કેન્દ્રમાં નિ:શુલ્ક ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેંક પણ બનાવવામાં આવી છે. જે ગામડાઓમાં દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરે છે. આચાર્ય ચંદનાજી એ જણાવ્યું કે 2001માં ગુજરાતમાં આવેલ ભૂકંપ વખતે જેવી રીતે દેશના ભાવિ પેઢીના શિક્ષણની ચિંતા સાથે વિરાયતને આગવી પહેલ કરી હતી. તેવી જ રીતે કોરોનાના ભોગગ્રસ્ત વાલીઓના બાળકોને રહેવા-જમવાની નિ:શુલ્ક સગવડ સાથે શિક્ષણ ઉપલબ્ધ કરાવશે.