કુખ્યાત સામે કાર્યવાહી:અમદાવાદમાં લતિફ ગેંગના સાગરીત નઝીર વોરાની વેજલપુર પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી ભૂજ જેલમાં મોકલ્યો

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી નજીર વોરા - Divya Bhaskar
આરોપી નજીર વોરા
  • નઝીર વોરા સામે લેન્ડ ગ્રેબિગ, વીજ ચોરી અને કેબલ ચોરી જેવા ગુના નોંધાયા

અમદાવાદમાં એકસમયનો કુખ્યાત અને લતીફનો સાગરીત નઝીર વોરાને આજે વેજલપુર પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી ભુજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. નઝીર વોરા સામે લેન્ડ ગ્રેબિંગ, મારામારી, હત્યાનો પ્રયાસ વગેરે જેવા ગંભીર ગુનાઓ નોંધાયા છે. ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ જૂહાપુરામાં નઝીર વોરાની સામે લેન્ડ ગ્રેબિંગ અને વીજચોરી સહિતના ગુનામાં ધરપકડ બાદ આજે તેની સામે પાસાની કાર્યવાહી કરી હતી.

હજી ત્રણ ગેંગ સામે કાર્યવાહી કરવાની બાકી
અમદાવાદમાં કુખ્યાત એવા લતીફના સાગરીત અને જુહાપુરા, વેજલપુર અને સરખેજ વિસ્તારમાં ગેરકાયદેસર બિલ્ડીંગ બાંધવી, પ્લોટમાં દબાણ કરવું વગેરે જેવા ગંભીર ગુના આચરનાર નઝીર વોરા સામે હવે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે નઝીર વોરા સામે લેન્ડ ગ્રેબિગ, વીજ ચોરી અને કેબલ ચોરી જેવા ગુના નોંધવામાં આવ્યા છે જેમાં વેજલપુરના ગુનામાં પાસા કરવામાં આવી છે. સરખેજ, જૂહાપુરા અને વેજલપુર સહિતના વિસ્તારોમાં આતંક મચાવનાર સુલતાનખાન અને અઝહર કીટલી ગેંગ સામે ગુજસીટોકના ગુના નોંધવામાં આવ્યા છે. હજી ત્રણ ગેંગ સામે કાર્યવાહી કરવાની બાકી છે જે આગામી દિવસોમાં પ્રકિયા કરવામા આવશે.

કોર્પોરેશન અને પોલીસ મળીને ગેરકાયદે બાંધકામ દૂર કરશે
તેમણે જણાવ્યું હતું કે નઝીર વોરા સહિતના કેટલાંક ગુનેગારોએ કોર્પોરેશન સાથે મળીને જે ગેરકાયદે બાંધકામ કર્યા છે તેનો ફરી એકવાર સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે બાદ કોર્પોરેશન અને પોલીસ સાથે મળીને આ બાંધકામ દૂર કરશે. આ તમામ કુખ્યાત ગુનેગારોની પ્રોપર્ટી જપ્ત કરવાની કાર્યવાહી પણ હવે કરવામાં આવનાર છે. જેના માટે સીએની મંજૂરી પણ સરકારમાંથી મળી ગઈ છે. નઝીર વોરા લેન્ડ ગ્રેબિગના ગુનામાંથી છુટતાની સાથે જ તેની સામે પાસાની કડક કાર્યવાહી કરી ભુજ જેલમાં મોકલી આપ્યો છે.