બેઝમેન્ટ બેટમાં ફેરવાયું:અમદાવાદમાં કરોડોની ગાડીઓ પાણીમાં ડૂબી, ઔડા તળાવની તકલાદી પાળી તૂટતાં વ્રજવિહારના બેઝમેન્ટમાં પાણી ઘૂસ્યાં

અમદાવાદ5 મહિનો પહેલા

અમદાવાદમાં રવિવારે ખાબકેલા વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સોસાયટીઓ અને મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રસ્તા પર ભરાયેલા પાણીમાં વાહનો ફસાઈ જવાના પણ બનાવો સામે આવ્યા છે. બીજી તરફ, શહેરના પ્રહલાદનગર રોડ પર સ્થિત વ્રજવિહાર એપાર્ટમેન્ટમાં ગજબની ઘટના જોવા મળી હતી. ઔડા તળાવની પાણી તૂટી જતાં તળાવનું પાણી સીધું એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આવ્યું હતું, જેને લીધે બેઝમેન્ટમાં મૂકેલી ગાડીઓ ડૂબી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...