ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, 75માં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શનમાં અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.પ્રશાંતભાઇ કોરાટની અધ્યક્ષતામાં રાજયના યુવાનોમાં દેશ ભક્તિ વધે તે માટે બાઇક યાત્રા 6 એપ્રિલેથી શરૂ થઇ છે. આજે બોટાદ જિલ્લાથી અમદાવાદ જિલ્લા તરફ જતા બાઇક યાત્રામાં બુલેટ પર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા જોડાયા હતા. યુવા મોરચાની બાઇક રેલીમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાજી આવતા યુવા કાર્યકરોમાં ઉત્સાહમાં વધારો થયો હતો.
બાઇક રેલી 3500 કિમીનો પ્રવાસ કરશે
યુવા મોરચાની બાઇક રેલી કર્ણાવતી મહાનગરથી પ્રસ્થાન થઇ હતી અને આશરે 20થી વધુ જીલ્લા-મહાનગરોમાં પસાર થઇ અંદાજે 1500 કિમીનો પ્રવાસ પુર્ણ કર્યો છે. યુવા મોરચાની બાઇક રેલી સુરત ખાતે પુર્ણ થશે અને આ યાત્રા કુલ આશરે 3500 કિમીનો પ્રવાસ કરશે. આ યાત્રા દ્વારા રાજયના યુવાનોને દેશ પ્રત્યે જાગૃતી લાવવા, દેશને આઝાદી અપાવવા જે યુવાનોએ બલીદાન આપ્યું છે તેમજ કોરોનાના કપરા કાળમાં જે કોરોના વોરિયર્સએ જીવ ગુમાવ્યો છે તેમને શ્રદ્ધાંજલી આપી તેમના ઘરના પરિવારના સભ્યને મળી, શહિદોની માટી એકત્ર કરવામાં આવનાર છે.
યાત્રા મધ્ય ઝોનમાં નડિયાદ ખાતે રવાના થશે
રાજયના યુવાનોમાં દેશ પ્રત્યે લાગણી વધારવા ભાજપના યુવા મોરચાના કાર્યકરો દ્વારા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.પ્રશાંતભાઇ કોરાટની આગેવાનીમાં નવી સિદ્ધી પ્રાપ્ત કરવા આગળ વધી રહ્યો છે. આજે રેલી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારો પુરા કરી મધ્ય ઝોનમાં નડિયાદ ખાતે રવાના થશે. નડિયાદ કમલમ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ અને દંડક પંકજ દેસાઈ સહિત ખેડાના પદાધિકારીઓ ઉપસ્થિત રહી રેલીનું સ્વાગત કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.