નવી પહેલ:અમદાવાદમાં ઉદગમ ગ્રુપ ઓફ સ્કૂલ્સ તેના વિદ્યાર્થીઓ અને 8 હજાર વંચિત બાળકો માટે વેક્સિનેશન અભિયાન શરૂ કરશે

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • સ્કૂલ્સ દ્વારા ખાનગી હોસ્પિટલમાં વંચિત બાળકોને રસી અપાશે
  • સ્કૂલ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં 3,000 વાલીઓએ ભાગ લીધો હતો.
  • 99 ટકા વાલીઓએ તેમના સંતાનોને વેક્સિન આપવા રસ દર્શાવ્યો

ગુજરાતમાં બાળકોમાં કોવિડ-19 રસીકરણ અંગે તૈયારીઓ શરૂ કરાઈ રહી છે. ત્યારે અમદાવાદ સ્થિત ઉદગમ ગ્રુપ ઓફ સ્કૂલ્સ તેના વિદ્યાર્થીઓ અને અન્ય બાળકો માટે વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારીઓ કરી રહી છે. ગ્રુપે આ રસીકરણ અભિયાન માટે અગ્રણી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઈન શેલ્બી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ સાથે હાથ મિલાવ્યા છે. આ સ્કૂલ્સ ખાતે વિદ્યાર્થી દ્વારા દરેક પેઈડ ડોઝ સામે શેલ્બી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ દ્વારા સગવડ-સુવિધાઓથી વંચિત એક બાળકને વેક્સિન આપવામાં આવશે.

વાલીઓને વેક્સિન માટે બે વિકલ્પ અપાશે
આ પહેલ અંગે ઉદગમ ગ્રુપ ઓફ સ્કૂલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે "સત્તાવાળાઓ દ્વારા સામૂહિક રસીકરણ ઉપરાંત મહામારી અંગે લોકોમાં જાગૃતતાના લીધે મોટાભાગના નાગરિકોએ વેક્સિન લઈ લીધી છે. બાળકોને વેક્સિનના ડોઝ આપીને કોવિડ-19ના ખતરાથી બચાવવાની તાતી જરૂર છે. અમારા બાળકોના ઝડપી વેક્સિનેશન માટે અમારી સ્કૂલોના વિદ્યાર્થીઓને વેક્સિન અપાવવા અમે શેલ્બી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ સાથે જોડાણ કર્યું છે. વાલીઓને કોવેક્સિન અને ઝાયકોવ-ડી એમ બંને વેક્સિનના વિકલ્પો મળશે.

વાલીઓને વેક્સિન માટેના બે વિકલ્પો આપવામાં આવ્યા ( પ્રતિકાત્મક તસવીર)
વાલીઓને વેક્સિન માટેના બે વિકલ્પો આપવામાં આવ્યા ( પ્રતિકાત્મક તસવીર)

તાજેતરમાં વાલીઓનો સરવે કરાયો હતો
ઉદગમ ગ્રુપ ઓફ સ્કૂલ્સની પાંચેય સ્કૂલોમાં કુલ 8,500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલીઓ તેમના સંતાનોને વેક્સિન અપાવવા માંગે છે કે કેમ તે જાણવા માટે સ્કૂલ મેનેજમેન્ટે તાજેતરમાં જ એક સર્વે હાથ ધર્યો હતો. લગભગ 3,000 વાલીઓએ આ સર્વેમાં ભાગ લીધો હતો જે પૈકી 99 ટકા વાલીઓએ તેમના સંતાનોને રસી મૂકાવવા માટેની ઈચ્છા દર્શાવી હતી. આ વેક્સિનેશન અભિયાન હેઠળ સ્કૂલ મેનેજમેન્ટ હકો-સગવડોથી વંચિત બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખે છે કારણ કે તેમણે આ સમયગાળા દરમિયાન ઘણું ભણતર ગુમાવ્યું છે. "સૌથી મોટો પડકાર વંચિત બાળકોના રસીકરણનો છે એટલે સમાજ પ્રત્યેનું દાયિત્વ અદા કરવા માટે અમે આ યોજના તૈયાર કરી છે.

આ પહેલથી વંચિત બાળકોને પણ ઝડપથી વેક્સિન મળશે
સ્કૂલ્સ ખાતે એક વિદ્યાર્થી વેક્સિન લેશે તેની સામે શેલ્બી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ દ્વારા એક વંચિત બાળકને રસી આપવામાં આવશે. જો અમારા તમામ વિદ્યાર્થીઓ સ્કૂલ્સ ખાતે વેક્સિનના ડોઝ લેશે તો 8,000 વંચિત બાળકોને વેક્સિન આપવાને અમારો લક્ષ્યાંક છે. શેલ્બી હોસ્પિટલ્સના ગ્રુપ સીઓઓ ડો. નિશિતા શુક્લાએ જણાવ્યું હતું કે "આ ઉમદા પહેલ માટે ઉદગમ ગ્રુપ ઓફ સ્કૂલ્સ સાથે જોડાણ કરતાં અમે ખુશી અનુભવી રહ્યા છીએ.

સ્કૂલ દ્વારા વેક્સિન અંગે વાટાઘોટ ચાલુ કરાયો છે
ખાનગી હોસ્પિટલ્સમાં કોવિડ વેક્સિનેશનનો ખર્ચ જેમને પોસાય છે તેવા વાલીઓના બાળકો ઉપરાંત આવી પહેલથી વંચિત બાળકોને પણ ઝડપથી વેક્સિન મેળવવામાં મદદ મળશે. મનન ચોકસીએ કહ્યું હતું કે, અમે શક્ય એટલા બાળકોને વેક્સિન પૂરી પાડવા માટે અન્ય સ્કૂલ્સ, બાળકોના માટે કામ કરતી સંસ્થાઓ, કોર્પોરેટ્સ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાવા અંગે પ્રયત્નશીલ છીએ. આ ઉપરાંત, અમદાવાદની જ નહીં પરંતુ સુરત, વાપી, જયપુર, ઈન્દોર, મુંબઈ, મોહાલી અને જબલપુર જેવા શહેરોમાં પણ બાળકોના વેક્સિનેશન માટે જોડાણ અંગે અગ્રીમ તબક્કામાં વાટાઘાટો ચલાવી રહ્યા છીએ."

અન્ય સમાચારો પણ છે...