જનતાનો આક્રોશ:અમદાવાદમાં મોબાઈલ ચોરનાર બેને બે કલાક થાંભલે બાંધી રખાયા, એટલો માર માર્યો કે મોઢામાંથી ફીણ નિકળી ગયું

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
સજા આપવા માટે પોલીસ છે તેમ છતા સ્થાનિકોએ જાતે કાયદો હાથમાં લીધો અને બંને ચોરોને સજા તો આપી અને ચાર રસ્તા ઉપર જાહેરમાં બાંધી પણ રાખ્યા હતા. - Divya Bhaskar
સજા આપવા માટે પોલીસ છે તેમ છતા સ્થાનિકોએ જાતે કાયદો હાથમાં લીધો અને બંને ચોરોને સજા તો આપી અને ચાર રસ્તા ઉપર જાહેરમાં બાંધી પણ રાખ્યા હતા.

ગોળલીમડા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાર રસ્તા પાસે વહેલી સવારે અર્ધનગ્ન અને અધમુઆ હાલતમાં બે છોકરાને થાંભલા સાથે દોરીથી બાંધી રાખવામાં આવ્યા હતા.

સ્થાનિકોના આક્ષેપ મુજબ આ બંને છોકરા ચોરી કરવાના ઈરાદે નાડિયાવાડ રોડ તરફ કોઈ ફ્લેટમાં ઘૂસ્યા હતા અને મોબાઈલ ચોરી કર્યો હતો. સ્થાનિકોએ પોલીસને જાણ કરવાના બદલે બંને છોકરાની અધમુઆ જેવી હાલત કરી ચાર રસ્તે થાંભલા સાથે બે કલાક સુધી બાંધી રાખ્યા હતા. ચોરી કરવાની સજા આવી હોવી જોઈએ કદાચ એવો સંદેશ આપવાનો સ્થાનિકોનો આશ્રય હશે. આ બંનેએ ગુનો કર્યો હતો, પણ તેમને સજા આપવા માટે પોલીસ છે તેમ છતા સ્થાનિકોએ જાતે કાયદો હાથમાં લીધો અને બંને ચોરોને સજા તો આપી અને ચાર રસ્તા ઉપર જાહેરમાં બાંધી પણ રાખ્યા હતા.

બંને છોકરાઓને એટલો માર મારવામાં આવ્યો કે એકના મોઢામાંથી રીતસરના ફીણ નિકળી રહ્યાં હતાં અને બીજાને કપાળના ભાગેથી લોહી નીકળી રહ્યું હતું. ત્યાં ઉપસ્થિત બધા લોકો ઊભા-ઊભા તમાશો જોઈ રહ્યાં હતાં. ગોળ લીમડા ચાર રસ્તા પાસે 24 કલાક પોલીસ પોઈન્ટ હોય છે તેમજ ખમાસા ચાર રસ્તા પાસે પોલીસ ચોકી પણ છે. તેમ છતા આટલી મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...