સામુહિક દુષ્કર્મની ઘટના:અમદાવાદમાં પતિને છોડીને ભાગેલી પરિણીતાને પ્રેમી પાસે લઈ જવાના બહાને ગેંગરેપ આચરનારા બે આરોપી ઝડપાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદની કારંજ પોલીસે ગેંગરેપના બે આરોપીની ધરપકડ છે. આરોપીઓએ એક પરિણીત મહિલાને પ્રેમીના કહેવાથી મામાના ઘરે રાખી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીતા પણ પતિના ત્રાસથી કંટાળી ખરીદી કરવા નીકળી અને ચક્કર આવવાનું બહાનું કરતા પતિની નજર ચૂકવી ભાગી ગઈ હતી. પહેલા ગુમ થવાની પોલીસે કરેલી તપાસમાં ગેંગરેપનો પર્દાફાશ થતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.

19 વર્ષની પરિણીતા પ્રેમીને પામવા પતિને છોડીને ભાગી હતી
અમદાવાદનાં કારંજ પોલીસ સ્ટેશનમાં એક 19 વર્ષીય પરિણીતાએ ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. થોડા દિવસો પહેલા પરિણીતા પતિ સાથે ઢાલગરવાડમાં ખરીદી કરવા આવી હતી. જોકે તેનાં લગ્ન પહેલા તેને કાસીન્દ્રા ગામમાં રહેતા જાવેદ મકરાણી નામનાં યુવક સાથે પ્રેમસંબંધ હતો. જે જાવેદે યુવતીને પોતાની સાથે ભાગવાનું કહેતા યુવતી તેની વાતોમાં આવી ગઈ હતી અને લાલદરવાજા પતિ સાથે પહોંચી હતી. ત્યારે ચક્કર આવતા હોવાનું પતિને કહેતા પતિ પાણીની બોટલ લેવા ગયો હતો. તે સમયગાળામાં યુવતી ફરાર થઈ ગઈ હતી. જે મામલે કારંજ પોલીસ મથકે જાણવાજોગ દાખલ થઈ હતી.

પ્રેમીના મિત્રોએ જ પરિણીતા પર નજર બગાડી
યુવતીનાં પ્રેમી જાવેદે પોતે તેને લેવા આવી શકતો ન હોવાનું જણાવી તેના મિત્રોને લેવા મોકલ્યા છે તેમ જણાવ્યું હતુ અને સરખેજનાં ઉજાલા સર્કલ પાસે બોલાવી હતી. જે બાદ જાવેદ મકરાણીના મિત્ર રોનક સુથાર અને તેની સાથેનાં અન્ય 2 મિત્રોએ આ યુવતીને કારમાં બેસાડી મોરબી તરફ લઈ ગયા હતાં. જ્યાં ત્રણેય મિત્રોએ યુવતીની સાથે જબરદસ્તી કરી હતી. જોકે યુવતી ગભરાઈ જતા ત્રણમાંથી બે આરોપીઓ ભાગી ગયા હતા.

ગેંગરેપના બે આરોપીઓ ઝડપાયા
​​​​​​​
જે બાદ પણ યુવતીનો પ્રેમી જાવેદ ન આવતા તેણે યેનકન પ્રકારે પોતાનાં પરિવારજનો સંપર્ક સાધ્યો હતો. આ દરમિયાન યુવતી રાજકોટ પહોંચી જ્યાં પોલીસ સમક્ષ હાજર થઈ પણ બળાત્કારની વાત પોલીસને ન જણાવી બાદમાં યુવતી કારંજમાં ગુમ થવા બાબતે હાજર થઈ અને બળાત્કારની હકીકત જણાવતા યુવતીની પુછપરછ કરતા તેની સાથે ગેંગરેપ થયો હોવાનું ખુલ્યું. આ સમગ્ર મામલે કારંજ પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો. જોકે આ મામલે ગુનો નોંધાતા પોલીસે અસલાલીથી ગેંગરેપનાં ગુનામાં સામેલ સરખેજનાં રોનક સુથાર અને યુવતીનાં પ્રેમી જાવેદ મકરાણીને ઝડપી લીધા છે.

અન્ય આરોપીનો પકડવા પોલીસે કવાયત તેજ કરી
​​​​​​​
આ મામલે ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓને પકડવા કારંજ પોલીસે કવાયત તેજ કરી છે. પહેલા યુવતી ખોટી રીતે પતિને અંધારામાં રાખી ભાગી ગઈ પણ બાદમાં તેને પ્રેમીએ પણ સાથ ના આપ્યો. એકતરફ પતિથી છૂટું પડવું અને બીજીતરફ પ્રેમીનો દગો મળતા હવે પોલીસ આ યુવતીને ન્યાય મળે એ દિશામાં તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...