તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અમદાવાદમાં પોલીસનો વેશ ધારણ કરીને માસ્કનો દંડ ઉઘરાવતા બે આરોપીઓ ઝડપાયા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નકલી પોલીસની કારંજ પોલીસ કર્મીઓએ અટકાયત કરી - Divya Bhaskar
નકલી પોલીસની કારંજ પોલીસ કર્મીઓએ અટકાયત કરી
 • પોલીસે 9700 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી

અમદાવાદમાં નકલી પોલીસ બનીને લોકોને ઠગી લેવાના બનાવો વધી રહ્યાં છે. શહેરમાં કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ઈસમો નકલી પોલીસ બનીને માસ્કનો દંડ ઉઘરાવતાં પોલીસના હાથે ઝડપાઈ ગયાં હતાં. તેમની પાસેથી પોલીસે કુલ 9700 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈને બંનેની અટક કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નકલી પોલીસ બનીને માસ્કનો દંડ ઉઘરાવતાં હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિલીફ રોડ પર સ્થિત ફેશન વર્લ્ડ ટેલરમાં બે ઈસમો પોલીસનો વેશ ધારણ કરીને પોલીસના નામે માસ્કનો દંડ ઉઘરાવતાં હતાં. તે ઉપરાંત તેઓ કોઈ ફંડની માંગ સાથે એવું પણ કહી રહ્યાં હતાં કે જો ફંડ નહીં આપો તો દુકાનમાં માસ્ક નહીં પહેરેલ હોય તે બધાના 5 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. આમ જણાવી તેમણે દુકાનદાર પાસેથી 1700 રૂપિયા મેળવીને ઠગાઈ આચરી હતી.
પોલીસે 9700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસના આ બંને ઈસમો અંગે બાતમી મળતાંની સાથે જ પોલીસ કર્મીઓ તેમને પકડી લેવા માટે સક્રિય થઈ ગયાં હતાં. આખરે બંને આરોપીઓ પોલીસની પકડમાં આવી ગયાં હતાં. પોલીસે કોતરપુરના રાજેશ બહુરૂપિયા અને જગદીશ હિરાવત નામના આરોપીની અટક કરી હતી અને તેમની પાસેથી કુલ 9700 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો