કામની કદર:અમદાવાદમાં 11 વર્ષના બે બાળ દિક્ષાર્થીઓએ નવરંગપુરા ફાયર સ્ટેશનની મુલાકાત લીધી, ફાયરના જવાનોને મીઠાઈ ખવડાવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાયર વિભાગના જવાનોને મીઠાઈ ખવડાવી - Divya Bhaskar
ફાયર વિભાગના જવાનોને મીઠાઈ ખવડાવી

અમદાવાદમાં માત્ર 11 વર્ષની ઊંમરના બે બાળ દિક્ષાર્થીઓએ સંસારનો ત્યાગ કર્યા પહેલા ફાયર વિભાગના બાહોશ અને બહાદુર જવાનોને મીઠાઈ ખવડાવી તેમની કર્તવ્યનિષ્ઠાની કદર કરી હતી. આ બંને બાળ મુમુક્ષોએ લીડીગ ફાયરમેન રમેશભાઈ ચૌધરી સાથે પોતાના વિચારો રજુ કર્યા હતા. તેમજ ફાયર સર્વિસની વિવિધ કામગીરીની માહીતી મેળવી હતી. આ બંન્ને દિક્ષાર્થીઓની ઈચ્છા મુજબ તેઓને ફાયર સર્વિસના ફાયર ફાયટરમાં બેસાડી ફેરવીને ગૌરવપૂર્ણ સન્માનિત કરાયા હતાં.

બંને દિક્ષાર્થીઓને ફાયર વિભાગમાં પધારવા વિનંતી કરાઈ
નવરંગપુરા ફાયર સ્ટેશનના કર્મચારીઓ વતીથી ફાયરમેન અંકિત ભાઈ એન.પટેલ દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામા આવેલ કે , જ્યારે આ બંન્ને દિક્ષાર્થીઓ સંપૂર્ણ દિક્ષા લઈ લીધા બાદ જ્યારે પણ નવરંગપુરા ફાયર સ્ટેશન આગળથી વિચરણ કરતા હોય ત્યારે નવરંગપુરા ફાયર સ્ટેશન ખાતેની પધરામણી સ્વીકારી ફાયર સર્વિસના જવાનો તથા તેમના કુટુંબીજનોને આર્શિવચન આપવા કરેલ વિનંતીનો સહર્ષ સકારાત્મક પ્રતિભાવ આપેલ હતો.

ફાયર વિભાગના અધિકારીઓએ બે દિક્ષાર્થીઓનો અંત:કરણથી આભાર વ્યક્ત કર્યો
ફાયર વિભાગના અધિકારીઓએ બે દિક્ષાર્થીઓનો અંત:કરણથી આભાર વ્યક્ત કર્યો

બે દિક્ષાર્થીઓનો અંત:કરણથી આભાર વ્યક્ત કર્યો
એક ધાર્મિક ઘટના મા ફાયર સર્વિસની નિસ્વાર્થ, સાહસિક, જીવદયા પૂર્ણ, પોતાના જાનના જોખમે , લોકોના જાન માલના રક્ષણ કરવાની આ ઉમદા કામગીરી કદર આ પ્રકારે સૌ પ્રથમવાર સન્માન કરવામા આવતા સમગ્ર ફાયર સર્વિસ ના ગૌરવ વધારવાની સૌ પ્રથમ વાર બનેલ ધટના બદલ અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનો સમગ્ર કર્મચારીઓ ગદગદિત થઈ ગયેલ હતા અને એ બે દિક્ષાર્થીઓ નો અંત:કરણથી આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...