સોલા પોલીસની નવી પહેલ:અમદાવાદમાં ચોરી-લૂંટ વધતાં સોસાયટી-ફ્લેટમાં ચેકિંગ શરૂ, સિક્યુરિટી ગાર્ડ બેવારથી વધુ સૂતા ઝડપાય તો એજન્સી સામે કાર્યવાહી કરાશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાર્ડ સુતેલા હોય તો નો ફોટો-પત્ર સોસાયટીના ચેરમેન અને સિક્યુરિટી એજન્સીને વોટ્સએપ કરી જાણ કરાય છે​​​​​

અમદાવાદમાં દિન-પ્રતિદિન ચોરી અને લૂંટફાટના કિસ્સામાં વધારો થયો છે. હાઇવેની આસપાસ અને છેવાડે આવેલા વિસ્તારમાં મોડી રાતે ચોરી અને લૂંટની ઘટનાઓ બની રહી છે. સોસાયટીઓ અને ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ હાજર હોય છે પરંતુ તેઓ સજાગ ન હોવાને કારણે ચોરો-તસ્કરોને મોકળું મેદાન મળી જાય છે. અમદાવાદ શહેરના સોલા પોલીસ દ્વારા સોસાયટી અને ફ્લેટના સિક્યુરિટી ગાર્ડ કેટલા સજાગ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. છેલ્લા 5 દિવસથી સોલા પોલીસ દ્વારા તેમના વિસ્તારમાં આવેલી સોસાયટી- ફ્લેટમાં જઈ સિક્યુરિટી ગાર્ડ બેઠો હોય છે કે નહીં એર ચેક કરે છે. જો ગાર્ડ સૂતો હોય તો ત્યાં ગાડી લઇ જવામાં આવે છે અને દરવાજો ખોલ અને બંધ કરવામાં આવે છે. છતાં ગાર્ડ ન જાગે તેને અવાજ કરી જગાડવામાં આવે છે.

5 દિવસથી સોલા પોલીસ દ્વારા તેમના વિસ્તારમાં આવેલી સોસાયટી-ફ્લેટમાં ચેકિંગ શરૂ
5 દિવસથી સોલા પોલીસ દ્વારા તેમના વિસ્તારમાં આવેલી સોસાયટી-ફ્લેટમાં ચેકિંગ શરૂ

ઘરની સુરક્ષા કરનાર ગાર્ડ જ સુતેલા ઝડપાયા
સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી જાડેજાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોસાયટી અને ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ હાજર હોય છે પરંતુ સજાગ નથી હોતા. ચોર અને લૂંટારાઓથી સુરક્ષા કરવા સિક્યુરિટી ગાર્ડ હોય છે પરંતુ તેઓ સુતેલા હોય છે જેથી આ બાબતે ચેકિંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ પોલીસની વાન મોડી રાતે 1થી 4ના સમયગાળામાં અલગ-અલગ સોસાયટીમાં જાય છે અને સિક્યુરિટી ગાર્ડ સૂતેલો છે કે જાગે છે તેની તપાસ કરવામાં આવે છે.

કેટલાક ફ્લેટ-સોસાયટીમાં ગાર્ડ સૂતા જોવા મળ્યા હતા
કેટલાક ફ્લેટ-સોસાયટીમાં ગાર્ડ સૂતા જોવા મળ્યા હતા

સૂતેલા ગાર્ડને ઉઠાળી પોલીસ ચા-પાણી કરાવે છે
ગાર્ડ સૂતેલો હોય તો તેના મોઢા પર મોબાઇલની ફ્લેશ લાઈટ કરવા છતાં તેમજ ગાડીનો દરવાજો બેથી ત્રણવાર ખોલી બંધ કરી અવાજ કરવા છતાં સિક્યુરિટી ગાર્ડ જાગતાં નથી. જેથી તેને જગાડવામાં આવે છે અને ચા-પાણી કરાવવામાં આવે છે ત્યારબાદ તેને કઈ તકલીફ છે કે કેમ તે પુછીએ છીએ. બીજા દિવસે સવારે સિક્યુરિટી ગાર્ડના સુતેલા ફોટો સોસાયટીના ચેરમેનને મોકલવામાં આવે છે. આ સાથે સોસાયટીના ચેરમેન અને સિક્યુરિટી ગાર્ડ એજન્સીને એક પત્ર મોકલવામાં આવે છે જેમાં સિક્યુરિટી ગાર્ડ સુતેલા હોય છે. તેઓની બેદરકારી સામે આવી છે જેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે અને સિક્યુરિટી ગાર્ડ જાગતો રહે તેવું આયોજન કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...