તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • In Ahmedabad, The Wife Saw Her Husband Riding A Bike With His Girlfriend, During A Fight Between The Three, The Girlfriend Kicked The Girl, The Husband Fled With The Girlfriend

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આડા સંબંધો:અમદાવાદમાં પત્ની પતિને પ્રેમિકા સાથે બાઈક પર જતાં જોઈ ગઈ, ત્રણેય વચ્ચે બોલાચાલી થતાં પ્રેમિકાએ યુવતીને લાત મારી, પતિ પ્રેમિકા સાથે ફરાર થઈ ગયો

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશ એવી પતિએ પત્નીને ધમકી આપી

અમદાવાદમાં સાબરમતિ વિસ્તારમાં પત્ની પતિને પ્રેમિકા સાથે બાઈક પર જતાં જોઈ ગઈ હતી. પત્નીની એક બુમથી પતિએ બાઈક ઉભું રાખી અને પત્ની સાથે બોલાચાલી શરૂ કરી હતી. સાથે સાથે પ્રેમિકાએ પણ બોલાચાલી કરી હતી. ત્રણેય વચ્ચે ઝપાઝપી થઈ હતી અને પ્રેમિકાએ પ્રેમીની પત્નીને લાત મારી નીચે પાડી દીધી હતી. પતિએ પત્નિને જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી અને પ્રેમિકાને બાઈક પર બેસાડી ફરાર થઈ ગયો હતો. સાબરમતી પોલીસ સ્ટેશનમાં પત્નીએ પતિ અને પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પત્નિએ પતિ અને પ્રેમિકા સામે સાબરમતિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
પત્નિએ પતિ અને પ્રેમિકા સામે સાબરમતિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

પતિએ પત્નીને જાનથી મારી નાંખવાની ધમકી આપી
સાબરમતી વિસ્તારમાં 25 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. મંગળવારે સાંજે યુવતી તેના નાના પુત્રની દવા લેવા માટે પંચશીલ હોસ્પિટલ પાસે ગઈ હતી. ઘરે પરત ફરતી હતી ત્યારે તેને બાઈક પર પતિને તેની પ્રેમિકા સાથે જતા જોઈ ગઈ હતી. પત્નીની બૂમ સાંભળી પતિએ બાઈક ઉભું રાખી દીધું હતું. ઝઘડો કરી ગાળાગાળી કરવા લાગ્યો હતો. યુવતી તેના પતિને પકડવા લાગતાં તેણે ધક્કો માર્યો હતો. પતિની પ્રેમિકાએ પણ યુવતીને લાત મારી હતી. જેથી તે નીચે પડી ગઈ હતી. જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ કહી અને પ્રેમિકા સાથે ફરાર થઈ ગયો હતો. યુવતી તેના ભાઈ સાથે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે પહોંચી હતી અને પતિ તેમજ તેની પ્રેમિકા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો