ચીતરામણ દૂર થયા:અમદાવાદમાં 70 લાખના ખર્ચે દીવાલો ચોખ્ખી થઈ, પક્ષો ફરી ચીતરશે તો પગલાં

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય પક્ષોએ કરેલું ચીતરામણ દૂર કરવા દરેક ઝોનમાં 10 લાખનું ટેન્ડર

શહેરની મોટાભાગની જાહેર દીવાલો પર રાજકીય પક્ષોએ ચિતરી નાખી છે. આ ચિતરામણ દૂર કરવા 70 લાખનો ખર્ચ થયો છે. આ માટે દરેક ઝોનમાં 10 લાખનું ટેન્ડર બહાર પડાયું છે. પક્ષો ફરી આ જ સ્થળે દીવાલો પર ચિતરામણ કરશે તો જ મ્યુનિ. તેમની સામે કાર્યવાહી કરશે.

ચૂંટણીને કારણે રાજકીય પક્ષોમાં દીવાલો તેમજ સરકારી મિલક્તો પર ચિતરામણ કરવાની હોડ લાગી છે. અગાઉ મેટ્રો પિલર પરથી લાખોના ખર્ચે આ રાજકીય ચિતરામણ દૂર કર્યું છે. મ્યુનિ.એ જે જગ્યાએ ચિતરામણ દૂર કર્યા છે તે સ્થળે ફરીથી રાજકીય પક્ષ ચિતરામણ કરે તો તેમને દંડ કરી આ ચિતરામણ દૂર કરવાની સાથે ખર્ચ પણ વસૂલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...