તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે હીરા ચમકશે:અમદાવાદમાં હીરા ઘસવાનું કામ કરતા લોકોની મજૂરી વધી

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુરોપના દેશોમાં હીરાની ડિમાન્ડમાં વધારો થતાં માલિકો દ્વારા આ નિર્ણય લેવાયો

બાપુનગર, ઈન્ડિયા કોલોની, નિકોલ સહિતના વિસ્તારોમાં હીરા ઉધોગમાં કામ કરતા રત્નકલાકારોના મહેનતાણામાં વધારો કરાયો છે. જે દોઢથી બે રૂપિયાનો છે. આને લઈને મોટા ભાગના કારખાનાઓમાં ખુશીનો માહોલ છવાઇ રહ્યો છે. યુરોપમાં હીરાની ડિમાન્ડમાં વધારો થતાં કારખાનાના માલિકોએ તેમના કર્મચારીઓ માટે આ નિર્ણય લીધો છે.

યુરોપમાં પોલિશ્ડ હીરાની માગ વધી હોવાથી આ નિર્ણય લીધો
યુરોપના દેશોમાં કોરોનાની અસર ઓછી થતાં પોલિશ્ડ હીરાની માગમાં વધારો થયો છે. તેમાં પણ લેબગ્રોન સિન્થેટિક ડાયમંડની નિકાસમાં સીધો 300ટકાનો ઉછાળો નોધાયો છે. આને લઈને રત્નકલાકારોના મહેનતાણામાં વધારો થયો છે. એક હીરાએ દોઢથી બે રૂપિયા સુધીનો વધારો શહેરના ઘણા ખરા કારખાનાના માલિકોએ કર્યો છે. જેને લઈને એક રત્નકલાકારને રોજના 60થી 90 રૂપિયા વધારે મળશે. -નરસિંહભાઈ પટેલ, પ્રમુખ, વિવેકાનંદ ડાયમંડ એસોસિએશન

300 કારખાનામાં 70 હજાર રત્નકલાકારો કામ કરી રહ્યાં છે
અમદાવાદમાં 300 જેટલા હીરાના કારખાના છે. જ્યાં 70 હજાર રત્નકલાકારો કામ કરે છે. કોરોનાની બીજા વેવમાં મિની લોકડાઉન જેવો માહોલ રહ્યો. જે રત્નકલાકારો વતન ગયા છે તેમની ખોટ વર્તાય છે. આ બધાની વચ્ચે વિદેશોમાં હીરાની માગ વધતાં રત્નકલાકારોની દોઢથી બે રૂપિયાની મજૂરી વધારી છે. હીરાની સાઇઝને ચાયણી પ્રમાણે મજૂરી વધી ગઈ છે. - મગનભાઈ પટેલ, મંત્રી, અમદાવાદ ડાયમંડ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...