અમદાવાદ:હવે અમદાવાદના તમામ ઝોનમાં આવેલી 4000થી વધુ ભાડા પટ્ટાની દુકાનો-જમીનો સહિતની મિલકતોના ભાડૂઆતો કાયદેસર માલિક બનશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીરઃ આ નિર્ણયને પગલે હવે, મહાપાલિકા આ અંગેની વિસ્તૃત નીતિ નિર્ધારીત કરશે - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીરઃ આ નિર્ણયને પગલે હવે, મહાપાલિકા આ અંગેની વિસ્તૃત નીતિ નિર્ધારીત કરશે

ભાડા પટ્ટાની મિલકતો મામલે મુખ્યમંત્રીએ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અમદાવાદ મહાનગરના સાડા ચાર દાયકા જૂની ભાડા પટ્ટાની સમસ્યા મુખયમંત્રી વિજય રૂપાણીએ ઉકેલી નાખી છે. અમદાવાદ મહાનગરના તમામ ઝોનમાં આવેલી 4000થી વધુ ભાડા પટ્ટાની દુકાનો, ગોડાઉન, જમીનો, નિર્વાસિતોની મિલકતોના ભાડૂઆતો હવે કાયદેસર માલિક બનશે.મુખ્યમંત્રીએ આ દિશામાં યોગ્ય કાર્યવાહી સત્વરે નિયમાનુસાર હાથ ધરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

નિર્વાસિત મિલ્કત ધારકો-દુકાનો-છૂટક જમીનોના માલિકી હક્કનો પ્રશ્ન હલ થયો
નિર્વાસિત મિલ્કત ધારકો-દુકાનો-છૂટક જમીનોના માલિકી હક્કનો પ્રશ્ન હલ થયો

બાંધકામ સાથેની અને પ્રીમિયમ વગરની અંદાજે 2734 મિલકતો સહિત કુલ 4077 જેટલા કેસો
અમદાવાદ શહેરના બધા જ ઝોનમાં આવી જે મિલકતો-દુકાનો- છૂટક જમીનો છે તેમા ત્રણ કેટેગરીમાં મિલકતો-દુકાનો-છુટક જમીનો આપવામાં આવેલી છે. તદ્દનુસાર, રેન્ટથી આપેલી કે વાર્ષિક, માસિક ટોકનથી આપેલી બાંધકામ સાથેની અને પ્રીમિયમ વગરની અંદાજે 2734 મિલકતો છે.રેન્ટથી આપેલ કે વાર્ષિક, માસિક ટોકન ભાડેથી બાંધકામ વગરની અને પ્રીમિયમ સાથેની ખુલ્લી જમીનના આશરે 147 કિસ્સાઓ થાય છે.આ ઉપરાંત નિર્વાસિત સિંધીભાઈઓ-પરિવારો સહિતના નિર્વાસિતોને રેન્ટથી આપેલ કે વાર્ષિક,માસિક ટોકનથી આપેલ મિલકત અથવા ખુલ્લી જમીન જે બાંધકામ વગરની છે તેના અંદાજે 1196 કિસ્સા મળી કુલ આશરે 4077 જેટલા આવા કેસો છે.

45 વર્ષથી અનિર્ણિત રહેલી ભાડા પટ્ટાની સમસ્યાનો ઉકેલ
નિર્વાસિત મિલ્કત ધારકો-દુકાનો-છૂટક જમીનોના માલિકી હક્કનો પ્રશ્ન મુખ્યમંત્રીએ હલ કર્યો છે. સાડા ચાર દાયકા એટલે કે 45 વર્ષથી અનિર્ણિત રહેલી ભાડા પટ્ટાની સમસ્યા ઉકેલી નિરાશ્રિતો સહિતના પરિવારોને મિલકતો છૂટક જમીનોના કાયદેસરના લાંબા ગાળાના માલિકી હક્ક ભાડા પટ્ટે આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પગલે હવે, મહાપાલિકા આ અંગેની વિસ્તૃત નીતિ નિર્ધારીત કરશે.

અન્ય સમાચારો પણ છે...