આવું ક્યાં સુધી?:​​​​​​​અમદાવાદમાં તંત્રની વ્યવસ્થા અત્યંત દયનીય પરિસ્થિતિમાં, સબવાહીની ખૂટતા એકમાં બે મૃતદેહ લાવાયા

અમદાવાદ9 મહિનો પહેલા
  • અમદાવાદ થલતેજ સ્મશાનની બહાર આવતી એમ્બ્યુલન્સમાં એક સાથે બે મૃતદેહ લવાઈ રહ્યા છે

અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સાથે મૃતદેહને સન્માન સાથે અંતિમવિધિ માટે પહોંચાડવા માટે કોઈ વ્યવસ્થા તંત્ર પાસે હવે રહી નથી તેવું સામે આવી રહ્યું છે. જેના કારણે લોકોની લાગણી દુભાઈ રહી છે. એવા દ્રશ્યો સામે આવ્યા છે અને તંત્ર હવે આમાં કાર્યવાહી કરે તે માટે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે વેઈટીંગ
કોરોનાના કારણે મોતના આંકડા અને સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે વેઈટીંગને લઈને અગાઉ ઘણી વખત સવાલ ઉઠી ચૂક્યાં છે. ગાંધીનગરમાં એક જ એબ્યુલન્સમાં ચાર મૃતદેહ લઈ જવાતા તંત્ર પણ ગંભીર સવાલો ઉભા થયા હતા. આવીજ ઘટના થલતેજના સ્મશાનમાં બની છે. જ્યાં 3 એબ્યુલન્સમાં બે-બે મૃતદેહો લવાતા ગંભીર સવાલ ઉભા થયા છે.

થલતેજ સ્મશાનમાં 3 એબ્યુલન્સમાં બે-બે કોવિડ ડેડબોડી લાવવામાં આવી
થલતેજ સ્મશાનમાં 3 એબ્યુલન્સમાં બે-બે કોવિડ ડેડબોડી લાવવામાં આવી

3 એબ્યુલન્સમાં એકથી વધુ મૃતદેહ લાવે છે
થલતેજ સ્મશાનમાં 3 એબ્યુલન્સમાં બે-બે કોવિડ ડેડબોડી લાવવામાં આવી હતી. આ પ્રકારે 3 એબ્યુલન્સમાં એકથી વધુ મૃતદેહ લવાતા ફરીથી કોરોનાના કારણે મોતના આંકડાઓ સવાલ ઉઠી રહ્યાં છે. આ નવું નથી કે કોરોનાના કારણે મોતના આંકડાઓ પર પ્રથમ વખત સવાલ ઉઠી રહ્યો છે. આ પહેલા પણ ઘણી વખત આ પ્રકારે મોતનો મલાજો ન જળવાતા હોય એવી ઘટના સામે આવી ચૂક્યાં છે.

આ રીતે મૃતદેહ લવાતા ફરીથી કોરોનાના કારણે મોતના આંકડાઓ સવાલ ઉઠ્યાં
આ રીતે મૃતદેહ લવાતા ફરીથી કોરોનાના કારણે મોતના આંકડાઓ સવાલ ઉઠ્યાં

મોતનો આંકડો ચોંકાવનારી રીતે વધી રહ્યો છે
સરકારી એમ્બ્યુલન્સ એક પછી એક એમ થલતેજ સ્મશાનમાં આવી રહી છે અને ત્યાં મોતનો આંકડો ચોંકાવનારી રીતે વધી રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ બાબતે તંત્ર દ્વારા તરત કામગીરી કરવામાં આવે તે અંગેની મેગ ઉઠી છે.