• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, The Price Of Fafda Reached 440 To 800 Per Kg, The Price Of Jalebi Reached 560 To 960 Per Kg, Dussehra Estimated The Sales At 8 Lakh Kg.

દિવ્ય ભાસ્કરનો સરવે:અમદાવાદમાં ફાફડાનો ભાવ કિલોએ 440થી 800, જલેબીનો ભાવ 560થી 960એ પહોંચ્યો, દશેરાએ 8 લાખ કિલોના વેચાણનો અંદાજ

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ફાફડા-જલેબીના 10 હજારથી વધુ કાઉન્ટર ઊભાં થશે. - Divya Bhaskar
શહેરમાં ફાફડા-જલેબીના 10 હજારથી વધુ કાઉન્ટર ઊભાં થશે.

દશેરા નિમિત્તે ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે. પરંતુ આ વર્ષે ફાફડા-જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ‘દિવ્ય ભાસ્કર’ના સરવે મુજબ શહેરમાં અત્યારે ફાફડા 440થી 800 રૂપિયે કિલો અને ચોખ્ખા ઘીની જલેબીનો ભાવ રૂ. 560થી 960એ પહોંચી ગયો છે.

એક અંદાજ મુજબ દશેરાએ અમદાવાદમાં સરેરાશ 8 લાખ કિલો જેટલા ફાફડા-જલેબી ખવાય છે. આઠમથી જ ફાફડા-જલેબીના જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવાય છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં 15 ટકા ભાવ વધારો નોંધાયો છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા-જલેબીની સામગ્રીની કિંમતમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવે છે.આ ઉપરાંત કારીગરોએ પણ મજૂરીના ભાવ વધારી દીધા છે.

અમદાવાદ સ્વીટ એન્ડ ફરસાણ એસોસિએશનના પ્રમુખ કમલેશ કંદોઇએ જણાવ્યું કે, તાજેતરમાં સિંગતેલ, ઘી, બેસન, ગેસના ભાવમાં અસહ્ય ભાવ વધારો થવાના કારણે ગત વર્ષની સરખામણીએ જલેબી-ફાફડાના ભાવમાં 15થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ફાફડા440થી 800
જલેબી (તેલ)200થી 300
ઈમરતી (શુદ્ધ ઘી)560થી 660
કેસર જલેબી800થી 960
અન્ય સમાચારો પણ છે...