તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ ઘટ્યું:અમદાવાદમાં 15 દિવસમાં એક્ટિવ કેસમાં 288નો ઘટાડો, પહેલીવાર માત્ર 1 વિસ્તાર કન્ટેઈનમેન્ટમાં

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 23 નવેમ્બરે શહેરમાં કોરોનાના 2865 એક્ટિવ કેસ હતા જે ઘટીને 2577 થયા

શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં છેલ્લા 15 દિવસમાં ઘટાડો થયો છે. દિવાળી પછી કેસ વધ્યા ત્યારે 23 નવેમ્બરે એક્ટિવ કેસ 2865 હતા. જે 7 ડિસેમ્બરે 2577 જેટલા એટલે કે 288 કેસનો ઘટાડો થયો છે. તે જ રીતે કેસની સંખ્યામાં પણ ઘટાડો થતાં માઈક્રો કન્ટેઈનમેન્ટ પણ ઓછા થયા છે. પહેલી વખત શહેરના માત્ર એક વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યો છે.

છેલ્લા 24 કલાકમાં શહેરમાં 289 કેસ નોંધાયા હતા અને વધુ 9 દર્દી મૃત્યુ પામ્યા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક 2100ને વટાવી ગયો છે. જ્યારે કુલ કેસની સંખ્યા પણ 50 હજાર નજીક આવી ગઈ છે. કેસની સમીક્ષાને આધારે 28 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે. જો કે હજુ પણ 265 જેટલા વિસ્તારો કન્ટેઈનમેન્ટમાં છે.

બીજી બાજુ અમદાવાદ જિલ્લામાં પણ કોરોનાના નવા 17 કેસ નોંધાયા હતા. 29 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો