ઠંડી:અમદાવાદમાં એક રાતમાં લઘુતમ તાપમાન 4 ડિગ્રી ઘટીને 18 થઈ ગયું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઠંડા પવનને કારણે ઠંડી ક્રમશ: વધવા શક્યતા

છેલ્લાં બે દિવસથી શહેરમાં ઠંડા પવનનું જોર વધ્યું છે, દિવસ દરમિયાન ફુંકાતા ઠંડા પવનની અસરથી રવિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન એક જ દિવસમાં 4 ડિગ્રી ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદ સહિત 8 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. ગાંધીનગરમાં સૌથી વધુ 15.9 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી

. અમદાવાદનું લઘુતમ તાપમાન શનિવારે 22.0 ડિગ્રી નોંધાયું હતું, તેના કરતાં 4.0 ડિગ્રી ગગડીને 18.1 ડિગ્રીએ પહોંચતાં ઠંડીમાં વધારો થયો હતો. ઠંડા પવનની અસરને કારણે ઠંડી ક્રમશ: વધવાની આગાહી છે. મોટાભાગના શહેરોનું લઘુતમ તાપમાન 24 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...