• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, The Husband Used To Beat Up His Wife Who Was Getting Married For Love And Said, "If You Want To Stay In My House, You Have To Eat Me."

પ્રેમ લગ્નનો પસ્તાવો:અમદાવાદમાં પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને માર મારીને પતિ કહેતો, 'તારે મારા ઘરમાં રહેવું હોય તો મારો માર તો ખાવો જ પડશે'

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને સ્કૂલના મિત્ર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા
  • સાસરીયાના ત્રાસથી પરેશાન યુવતીએ છુપાઈને માતા-પિતાને જાણ કરતા તેઓ પિયર લઈ ગયા

શહેરની એક યુવતીએ પરિવાર વિરુદ્ધમાં જઈને પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના 2 દિવસ બાદ પતિ અને સાસરિયાઓ સાથે ફરવા ગઈ ત્યારથી પતિ અને સાસરિયાઓ દ્વારા પરિણીતાને માર મારવામાં આવતો હતો. લગ્નના 4 મહિનામાં જ પરિણીતાને અવારનવાર પતિ અને સાસરિયાઓ દ્વારા માર મારવામાં આવતો હતો જે અંગે પરિણીતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

ઘાટલોડીયામાં રહેતી યુવતીએ સ્કુલમાં સાથે ભણતા અક્ષય નામના યુવક સાથે પરિવાર વિરુદ્ધમાં જઈને 20 સપ્ટેમ્બરે પ્રેમ લગ્ન કર્યા હતા. 29 સપ્ટેમ્બરથી યુવતી અક્ષયના ઘરે રહેવા ગઈ હતી. લગ્નના 2 દિવસ બાદ પરિવાર અને અન્ય એક સંબંધી સાથે યુવતી ઉજ્જૈન ફરવા ગઈ હતી ત્યાં તેમની સાથે આવેલ વ્યક્તિની સામે યુવતીએ જોતા પતિ અક્ષય દ્વારા યુવતીને શંકા કરીને ગાળો આપી માર મારવામાં આવ્યો હતો. પતિનું ઉપરાણું લઈને સાસુ સસરા પણ તેને માર મારતા હતા.

લગ્નના 15 દિવસ બાદ યુવતી ઘરે દિયર સાથે બેઠી હતી, ત્યારે પણ પતિ અક્ષય મનમાં વહેમ રાખીને યુવતીને માર મારતો અને ગાળો આપતો હતો. સતત પતિ, સાસુ-સસરા અને દિયર દ્વારા યુવતીને ગાળો આપીને માર મારવામાં આવતો હતો. એક દિવસ તો પતિએ માર મારીને કહ્યું કે, તું મારા ઘરમાંથી નીકળી જ અને જો અહીયાં રહેવું હોય તો મારો માર ખાવો જ પડશે. પ્રેમ લગ્ન કર્યા હોવાથી યુવતી બધું સહન કરતી હતી.

ત્રણ દિવસ અગાઉ યુવતી કાકી સાસુનો મોબાઈલ જોતી હતી અને મોબાઈલ આપવા રૂમમાંથી જતી હતી ત્યારે પતિએ જોતા યુવતીને તું બાજુમાં કેમ ગઈ તારા બાપનું ઘર છે કહીને ફરીથી માર માર્યો હતો. આ સમયે સાસુ-સસરા અને દિયર આવી જતા તેમને પણ ગડદા પાટુનો માર માર્યો હતો. સાસરિયાના ત્રાસથી યુવતી ઘરની બહાર નીકળી કહેવા લાગી કે, હું મારા ઘરે જતી રહીશ ત્યારે તેને ઘરમાં લાવીને ફરીથી ચારેય જણાએ મારી અને કહ્યું કે અહીંથી જઈશ તો તને અને તારા મા-બાપ તથા ભાઈને જાનથી મારી નાખીશું.

બનાવના બીજા દિવસે યુવતીએ આ અંગે છુપાઈને તેના પિયરમાં જાણ કરી હતી. જે બાદ યુવતીને તેના માતા અને કાકા-કાકી લેવા આવ્યા હતા. જેથી યુવતી તેમની સાથે તેમના ઘરે ગઈ હતી અને પતિ અક્ષય, સાસુ ધર્મિષ્ઠા, સસરા અમરસિંહ અને દિયર અનીલ ઝાલા વિરુધ ફરિયાદ નોંધાવી હતી. સોલા પોલીસે સમગ્ર મામલે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...