અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તર પશ્ચિમના ગરમ પવન રણ પ્રદેશ પરથી સીધા ગુજરાત તરફ આવતા હોવાથી હાલ હીટવેવની અસર વર્તાઈ રહી છે. હજુ આ હીટવેવની અસર આગામી 5 દિવસ સુધી રહેશે. અમદાવાદ સહિત રાજ્યમાં બે દિવસમાં ગરમીનો પારો 43ડિગ્રીએ પહોંચવાની વકી છે. સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન રવિવાર જેટલું જ એટલે કે 41.3 ડિગ્રી નોંધાયું હતું.સોમવારે રાજ્યમાં સૌથી વધુ કંડલામાં 42.7 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.
વૃદ્ધો, બાળકોને બહાર ન નીકળવા સલાહ
હીટવેવની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, કચ્છમાં વર્તાય તેવી શક્યતા છે. આ સમય દરમિયાન કામ વગર લોકોને તેમાં પણ બાળકો વડીલો તેમજ બીમાર લોકોને બહાર ન નીકળવા હવામાન વિભાગે સલાહ આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.