વિકૃત માનસિકતા:અમદાવાદમાં પ્રેમિકાએ અણબનાવને કારણે સંબંધ તોડી નાંખ્યો, પ્રેમીએ યુવતીને બદનામ કરવા ન્યૂડ ફોટો વાયરલ કર્યા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ લગ્ન કરવાનો વિચાર કર્યો અને શારિરીક સંબંધ પણ બંધાયો હતો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી મહિલા તેનો ફોન જોઈ રહી હતી તે દરમિયાન તેને મોબાઈલમાં કેટલાક ફોટો આવ્યા હતાં. જે ફોટો તેની દીકરીના હતા. દીકરીના ન્યૂડ ફોટો જોઈને ચોકી ઉઠેલી માતાએ તપાસ કરતા જાણવા મળ્યું કે યુવતીના એક યુવક સાથે સબંધ હતો. યુવતીએ યુવક સાથે સંબંધ તોડી દેતાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ન્યૂડ ફોટો વાયરલ કરી દીધા હતા. આ અંગે હાલ સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયો છે.

ન્યૂડ ફોટાનું મટીરીયલ યુવતીના જીજાજીને મોકલ્યું
શહેરની ૩૨ વર્ષીય મહિલા એક જ્વેલર્સમાં નોકરી કરે છે અને તેમના પરિવારનનું ગુજરાત ચલાવે છે. આ યુવતી 2015થી તેના પતિ સાથે મનમેળ નહીં હોવાથી પોતાની માતા સાથે રહે છે. આ મહિલાને 19 વર્ષની એક દીકરી છે. જે હાલ સ્નાતકનો અભ્યાસ કરે છે અને તેનાથી નાની દીકરી 13 વર્ષની છે જે હાલ ધોરણ 9માં ધોરણમાં અભ્યાસ કરે છે. ગત એપ્રિલ મહિનામાં આ મહિલાના જીજાજીનો મહિલા ઉપર ફોન આવ્યો હતો અને તેઓને જણાવ્યું હતું કે એક નંબર પરથી ટેલિગ્રામ એપ્લિકેશન એક્ટિવ છે. તે ટેલિગ્રામમાં કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી તેઓને મેસેજ આવ્યો હતો. જેમાં એક ન્યૂડ ફોટાનું મટીરીયલ એક શખ્સે મોકલ્યું હતું.

ટેલિગ્રામમાં કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી મેસેજ આવ્યો હતો ( પ્રતિકાત્મક તસવીર)
ટેલિગ્રામમાં કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી મેસેજ આવ્યો હતો ( પ્રતિકાત્મક તસવીર)

આરોપી શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો
જેથી આ મહિલાએ તેના મોબાઇલમાં તે ફોટો મેળવી અને ફોટો જોતા તેની દીકરીના આ ફોટો હતા. જેથી મહિલાએ તેની 19 વર્ષીય દીકરીને આ બાબતે પૂછપરછ કરી હતી. ત્યારે દિકરીએ તેની માતાને જણાવ્યું કે વર્ષ 2020માં તેનો પરિચય નરેન્દ્ર પટેલ નામના છોકરા સાથે થયો હતો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં બન્ને જણાએ લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. તે વખતે આ યુવતી અને નરેન્દ્ર વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો. જે આ યુવતીને સહમતિથી થયો હતો અને ટેલિગ્રામમાં જે ન્યુડ ફોટા છે તે આ નરેન્દ્ર પટેલ સાથેના છે. તેવું આ યુવતીએ તેની માતાને જણાવ્યું હતું.

યુવતીને આ છોકરા સાથે સતત અણબનાવ રહેતો હતો ( પ્રતિકાત્મક તસવીર)
યુવતીને આ છોકરા સાથે સતત અણબનાવ રહેતો હતો ( પ્રતિકાત્મક તસવીર)

યુવતીને શખ્સ સાથે અણબનાવ હતો
યુવતીને આ છોકરા સાથે સતત અણબનાવ રહેતો હતો. જેથી યુવતીએ યુવક સાથે સંબંધ કાપી નાખ્યો હતો. જેથી આ નરેન્દ્ર પટેલ નામના શખ્સે આ યુવતીને બદનામ કરવા ઇન્ટરનેટના માધ્યમથી તેનો પીછો કરી ઈન્ટરનેટ પર કોઈ એપ્લિકેશનની મદદથી એક મોબાઈલ નંબર બનાવી તે નંબર પરથી આ મહિલાના જીજાજીને બીભત્સ ફોટો મોકલી આપ્યા હતા. જે બાબતે મહિલાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...