અમદાવાદમાં જાણીતા જ છેતરી જાય એવા અનેક બનાવો સામે આવતાં હોય છે. શહેરમાં ફરીવાર આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં દુકાનમાં એક દાયકાથી વકરાના કલેક્શનનું કામ સંભાળતો નોકર વકરાના 10 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
નોકર બેંકમાં કલેક્શનની રકમ જમા કરાવતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના આગ્રામાં રહેતા મનિષ અગ્રવાલે અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ દેશી ગાયના દૂધમાંથી અનેક પ્રોડક્ટ બનાવે છે. તેમની મુખ્ય બ્રાન્ચ આગ્રામાં છે. તેમજ રાજસ્થાન, સુરત અને અમદાવાદમાં પણ નાની બ્રાન્ચો આવેલી છે. તેમની પાલડી ખાતે આવેલ સ્ટોરમાં પાંચ માણસો કામ કરે છે. તેમાં નાણાંકીય હિસાબનું કામ માંગુસિંહ ચંપાવત સંભાળતો હતો. તે વકરામાં આવેલી આવકની રકમ પણ બેંકમાં જમા કરાવવાનું પણ કામ કરતો હતો.
ફોન કરીને અન્ય માણસે ફોન કર્યો
ફરિયાદીની ફરિયાદ પ્રમાણે ગત નવેમ્બર મહિનામાં હું આગ્રા ખાતે હતો ત્યારે અમદાવાદના પાલડી ખાતેના સ્ટોરમાંથી રાજુ વિશ્નોઈ નામના માણસે મને કોલ કર્યો હતો કે, આપણી દુકાનમાં કામ કરતો માંગુસિંહ ચંપાવત હાજર નથી અને દુકાનમાં આપણે જયાં પૈસા મૂકીએ છીએ તે ડ્રોવર પણ ખાલી છે. ત્યારે ફરિયાદીએ અમદાવાદમાં આવીને જોયું તો ટેબલના ત્રણેય ડ્રોવર ખુલ્લા હતાં અને દુકાનનો સ્ટોક ચેક કરતાં દિવાળીના તહેવારમાં જે વકરો થયો હતો તેના વકરાના નાણાં 10.14 લાખ નહોતા.
આરોપીનો ફોન સ્વીચ ઓફ
આરોપીને ફોન કરતાં તેના ફોન સ્વીચ ઓફ આવતાં હતાં. પરંતુ થોડા સમયમાં તેની સાથે ફોન પર વાત થતાં તેણે હું તમારા પૈસા આવીને પાછા આપી દઈશ તેવા વાયદા કર્યાં હતાં, પરંતુ આજ દિન સુધી તે પૈસા પાછા આપવા માટે આવ્યો નથી. જેથી ફરિયાદીએ પાલડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.