તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:અમદાવાદમાં ઝોન FRCમાં જજ ન નિમાતા 5500 સ્કૂલની ફી નક્કી ન થઈ, સ્કૂલો પોતાની રીતે પ્રોવિઝનલ ફી નક્કી કરી વસૂલ કરે છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અમદાવાદ ઝોનમાં 9 જિલ્લાની સ્કૂલોનો સમાવેશ થાય છે

ઝોન એફઆરસીમાં જજ અને સભ્યોની નિમણૂક ન થતા અમદાવાદ ઝોનની 5500 સ્કૂલોની ફી નક્કી થઈ શકી નથી. જેથી સ્કૂલોએ પોતાની રીતે જ પ્રોવિઝનલ ફી નક્કી કરીને વસૂલવાની શરૂ કરી દીધું છે. સંચાલકો અને વાલીઓની માંગ છે કે સ્કૂલો શરૂ થાય તે પહેલાં ચેરમેન અને સભ્યોની નિમણૂક થઇ જાય તો એફઆરસી સ્કૂલોની ફી નક્કી કરી શકે.

અમદાવાદ ઝોનમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, બોટાદ અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ ઝોનમાં લગભગ 5500 સ્કૂલોની ફી એફઆરસી નક્કી કરે છે. પરંતુ હજુ સુધી ઝોનના ચેરમેન અને સભ્યોની થયેલી ખાલી જગ્યાઓ પર નિમણૂક ન થતા હાલમાં સ્કૂલોની ફી નક્કી કરાઇ રહી નથી.

ફી દરખાસ્તની મુદત 31 મે સુધી લંબાવાઈ
એફઆરસીમાં ફી અંગેની ફાઇલ જમા કરાવવાની અંતિમ તારીખ 31 મે સુધી લંબાવાઇ છે. હાલમાં કોરોના મહામારીને કારણે ફી નક્કી કરવા માટેના તમામ દસ્તાવેજો ઓછા સમયમાં એકઠા કરી શકાય તેમ ન હોવાથી સંચાલકોની માંગને ધ્યાને લઇને ફાઇલ જમા કરાવવાની અંતિમ તારીખ 31 મે સુધી લંબાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...