• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, The Family Kept Encouraging The Youths Trapped In The Rubble Of The Building On The Phone, Finally Winning The Battle Of Life

ઓડિયો ક્લિપ:અમદાવાદમાં બિલ્ડિંગના કાટમાળમાં ફસાયેલા યુવકોને પરિવાર ફોન પર હિંમત આપતો રહ્યો, આખરે જિંદગીનો જંગ જીત્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા રેલવે ફાટક પાસે આવેલી 35 વર્ષ જૂની પ્રેમ માર્કેટ નામના બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં કામ કરી રહેલા ત્રણ યુવકો અંદર ફસાયા હતાં. ફાયર બ્રિગેડે વિજય અને કુણાલ નામના બે યુવકોને રેસ્ક્યૂ કરીને બચાવી લીધા હતાં જ્યારે પ્રેમાભાઈ ઉર્ફે સોનુ ચારણનું મોત થયું હતું. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન કાટમાળમાં ફસાયેલા બંને યુવકોને ફોન પર મિત્રો, સ્વજનો અને ફાયરબ્રિગેડના જવાનોએ હિંમત આપી હતી. જેની ઓડિયો ક્લિપ બહાર આવી છે.

ઓડિયો ક્લિપમાં સંભળાય છે કે વિજય અને કુણાલ ખૂબ જ ડરી ગયેલા હતાં અને જલ્દી બહાર કાઢવા અજીજી કરી રહ્યા હતાં. તેમને મિત્રો અને સ્વજનો ફોનમાં તેઓને હિંમત આપવામા આવે ફાયરબ્રિગેડની ટીમ તેઓને બહાર કાઢવાની કામગીરી કરે છે અને તમે હિંમત ન હારો. બહાર કાઢી લઈશું કહેતા હતા. વિજય અને કુણાલ અંદરથી ખૂબ જ ગભરાયેલી હાલતમાં વાત કરતા હતા. બંનેને હિંમત મળતી હતી જેના કારણે તેઓ 6 કલાક મોત સામે ઝઝૂમતા રહ્યા હતા અને આખરે તેઓને બચાવી લેવામાં આવ્યા હતાં.

ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન માલિકે નીચેથી ચાર બીમ કાઢી લેતાં પાયો નબળો પડ્યો
કુબેરનગર રેલવે ફાટક રોડ પર આવેલી 35 વર્ષ જૂની પ્રેમ માર્કેટ નામના બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. મૃતક પ્રેમ ઉર્ફે સોનુના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે દુકાનોના માલિક ઘનશ્યામભાઈ મેઘરાજભાઈની બેદરકારી કારણે આ બિલ્ડીંગ ધરાશાયી થઈ છે. આ મામલે અમે પોલીસ ફરિયાદ પણ કરીશું તેમ કહ્યું હતું. મૃતકના પરિવારજન લક્ષ્મણભાઈ ચારણે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દુકાન માલિક ઘનશ્યામભાઈએ પોતાના ફાયદા માટે આગળ દુકાનના ચાર બીમ કાઢી નાખ્યા હતાં, જેથી દુકાન નબળી પડી ગઈ હતી. ઘનશ્યામભાઈ મેઘરાજભાઈની બેદરકારીના કારણે જ આ બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થયો છે. આ મામલે અમે પોલીસ ફરિયાદ નોંધાવીશું જ. એન્જિનિયર આવે અને પછી તપાસમાં બીજું કંઈ નીકળી શકે છે. પરંતુ સાચું કારણ એક જ છે કે દુકાનના ચાર બીમ કાઢી લીધા હતા જેથી પાયો જ નબળો જ થઇ ગયો હતો.

આખી બિલ્ડિંગ પણ નબળી અને તૂટેલી હાલતમાં, વધુ જાનહાનિ થઈ શકે
35 વર્ષ જૂની આ પ્રેમ માર્કેટ નામની બિલ્ડિંગમાં આશરે 30 જેટલી દુકાનો હશે અને જે ભાગ ધરાશાયી થયો તેમાં ત્રણ માળ હતા અને કુલ 9 દુકાનો આવેલી હતી. નીચે મોબાઈલની દુકાન હતી. પહેલા માળે હોઝીયરી અને એમ્બ્રોડરીની દુકાનો હતી અને બીજા માળે પણ એમ્બ્રોડરી અને હોઝીયરીની જ દુકાનો આવેલી હતી. મૃતક પ્રેમ અને તેની સાથેના બે કારીગરો પહેલા માળે દુકાનમાં કામ કરતા હતા. આખી બિલ્ડિંગ પણ નબળી અને તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. હવે જો આ બિલ્ડિંગ હવે ઉતારી નહિં લેવામાં આવે તો વધુ નુકસાન થાય તેવી શક્યતા જણાય છે.