• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, The Entire Day Was Surrounded By Black Debang Cloud, Although It Was Dark Throughout The Afternoon, There Was No Heavy Rain Due To Thunderstorms.

વાદળિયું વાતાવરણ:અમદાવાદમાં દિવસ આખો કાળા ડિબાંગ વાદળ ઘેરાયેલા રહ્યા, ભર બપોરે અંધારું છવાયું છતાં ઝાપટાંથી વધુ વરસાદ ન થયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મધ્યપ્રદેશમાં સ્થિર થયેલું સાયક્લોનિક સરક્યુલેશન રાજસ્થાન તરફ આગળ વધ્યું છે, જેની અસરોથી આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં આખો દિવસ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા રહ્યા હતા. ભર બપોરે અંધારું છવાયું છતાં ઝાપટાંથી વધુ વરસાદ વરસ્યો ન હતો.

ગુરુવારે અમદાવાદમાં સવારથી વાદળિયા વાતાવરણ અને વરસાદી માહોલ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યાં હતા. જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન બુધવાર કરતાં 4 ડિગ્રી ગગડીને 30.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે બપોર પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 11થી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટાંથી લઇને હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...