• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, The Driver Fell Asleep In A Luxurious Car, People Shouted That He Was Dead. Eventually The Fire Brigade Smashed The Glass And Pulled It Out Of The Car

Audiમાં ફસાયો યુવક:​​​​​​​અમદાવાદમાં લક્ઝુરિયસ કારમાં ડ્રાઇવર સુઈ ગયો, લોકોએ મરેલો સમજી બુમો પાડી. અંતે ફાયર બ્રિગેડ કાચ તોડી કારમાંથી કાઢ્યો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક નશાની હાલતમાં હોવાની શંકાના આધારે પોલીસ રેસ્ક્યુ કરેલા યુવકને મેડિકલ તપાસ માટે મોકલ્યો

અમદાવાદના ભરચક ટ્રાફિકમાં માણેકબાગ પાસે આવેલા પોપટલાલ પાર્ક નજીક એક લક્ઝરી કારમાં એક એક યુવક બેભાન હાલતમાં હોવાની શંકાના આધારે લોકોના ટોળા ભેગા થવા લાગ્યા હતા. લોકો કારમાં છૂટેલા શખ્સને મૃત માનીને બૂમો પાડતા હતા. ત્યારે કોઈ વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ટીમ કારનો દરવાજો તોડીને યુવકને બહાર કાઢ્યો હતો. આ બનાવની જાણ થતાં સેટેલાઇટ પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી. યુવક ઉભા થતા લથડીયા ખાતો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.

ફાયરબ્રિગેડની ટીમ કારનો દરવાજો તોડીને યુવકને બહાર કાઢ્યો હતો
ફાયરબ્રિગેડની ટીમ કારનો દરવાજો તોડીને યુવકને બહાર કાઢ્યો હતો

એકપછી એક લોકોની ભીડ જામી
આજે સાંજે માણેકબગ પાસે આવેલા પોપટલાલ પાર્ક નજીક ઓડી કારની આસપાસ લોકોના ટોળા ભેગા થવા લાગ્યા હતા. આ કારની નજીક જતા લોકો કહેતા હતા કે, કારમાં કોઇ વ્યક્તિ મરેલો પડ્યો છે. થોડીવારમાં મોટી સંખ્યામાં લોકો આવવા લાગ્યા અને આ ટોળામાંથી એક વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરી જે બાદ ફાયર બ્રિગેડના અધિકારીઓએ ત્યાં પહોંચી ગયા હતા. ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ પહોંચ્યા ત્યારે તેમણે કારનો પાછળનો કાચ તોડી નાખીને આ વ્યક્તિને કારમાંથી બહાર કાઢતા તે જીવ હતો તેમણે તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરીને હોસ્પિટલ પાસે મોકલી આપ્યો હતો

યુવક નશામાં હતો કે નહીં તેની તપાસ થશે: PI
બનાવ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પી.આઈ.ડી.બી મહેતા જણાવ્યું હતું કે, એક યુવકને બહાર કઢાયો છે તે નશાની હાલતમાં હતો કે નહીં તે જાણવા તેને હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...