તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દંડથી બચવા નવો જુગાડ:અમદાવાદમાં જાહેરમાં થૂંકવાના દંડથી બચવા ‘સ્પિટિંગ ગ્લાસ’ની ડિમાન્ડ વધી, આ ગ્લાસમાં થૂંકને શોષી લેવીની ખૂબી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદના પાનના ગલ્લાવાળા પણ આ સ્પિટિંગ ગ્લાસથી થૂંકવાના મોટા દંડથી બચી શકે છે

અમદાવાદમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જાહેરમાં થૂંકવા પર દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જાહેરમાં થૂંકનાર અને પાનના ગલ્લાવાળાને 200થી 10 હજાર સુધીનો આકરો દંડ ફટાકરાય રહ્યો છે. તેવામાં જાહેરમાં થૂંકવાના દંડથી બચવાનો જુગાડ કરવામાં આવ્યો છે. પાનના ગલ્લા પર થૂંકવા માટેનો ડિસ્પોઝબલ સ્પિટિંગ ગ્લાસ મળવા લાગ્યો છે. જેથી ગલ્લા પાસે કે જાહેરમાં થૂંકવાની જરૂર ન રહે અને દંડથી પણ બચી શકાય. આ સ્પીટ ગ્લાસની ડિમાન્ડ હવે શહેરમાં વધી રહી છે. આ ગ્લાસની ખૂબી એ છે કે તે થૂંકને શોષી લે છે.

ગ્લાસમાંથી ગંધ પણ દૂર થઇ જાય છે
કોરોનાના કારણે પાનના ગલ્લા અને બીજા જાહેર સ્થળો પર આડેધડ થૂંકીને ગંદકીની સાથે રોગચાળો પણ ફેલાતો હોવાથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થૂંકવા પર 200 રૂપિયા દંડ અને પાનના ગલ્લા પાસે થૂંકો તો 10 હજાર સુધીનો દંડ કર્યો છે. તેવામાં હવે બજારમાં થૂંકવા માટે ખાસ ડિસ્પોઝબલ ગ્લાસ વેચાવા લાગ્યા છે. જે કારમાં, ઘરમાં ઓફિસમાં કે અન્ય સ્થળે લ જઇ શકાય છે. આ ગ્લાસની ખૂબી એ છેકે, તેમાંથી થૂંકવાથી તે થૂંકને શોષી લે છે અને ગ્લાસ કોરો થઇ જાય છે. સાથે જ ગંધ પણ દૂર થઇ જાય છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો