• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, The Constable Demanded Rs 1.5 Lakh On The Issue Of Not Beating And Not Removing The Horse, Arrested Against The Audio Clip.

ખાખીની બદનામી:અમદાવાદમાં માર નહીં મારવા અને વરઘોડો નહીં કાઢવા મુદ્દે કોન્સ્ટેબલે સવા લાખ રૂપિયા માંગ્યા, ઓડિયો ક્લીપ સામે આવતાં ધરપકડ થઈ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ, હવે PIની સંડોવણી મુદ્દે તપાસ હાથ ધરાઈ - Divya Bhaskar
કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ, હવે PIની સંડોવણી મુદ્દે તપાસ હાથ ધરાઈ
  • ઓડિયો ક્લીપને વોઇસ સ્પેકટ્રો ગ્રાફી ટેસ્ટ માટે FSLમાં મોકલાવામાં આવી હતી.
  • ઓડિયોકાંડમાં DCPએ તપાસ કરીને રીપોર્ટ પોલીસ કમિશ્નર અને જોઇન્ટ કમિશ્નરને આપ્યો હતો.

અમદાવાદમા ફરી ખાખીને બદનામ કરતો કિસ્સો સામે આવ્યો છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કાયદાના સંકજામા પુરાયા છે. માર નહી મારવાના અને વરધોડો નહી કાઢવાનું કહીને કોન્સ્ટેબલે સવા લાખ રૂપિયાની માગંણી કરતા પોલીસે ધરપકડ કરી છે. આ કેસમા PIની સંડોવણીના આક્ષેપ થતા તે દિશામા પણ તપાસ શરૂ થઈ છે.

પોલીસના અનેક વિવાદો સામે આવી રહ્યાં છે
કોરોના કાળમાં પોલીસ પર ગ્રહણ લાગ્યુ હોય તેમ અનેક વિવાદો સામે આવી રહ્યાં છે. તાજેતરમાં PI ગીતા પઠાણની ધરપકડ થઇ. ત્યારબાદ એક મહિલા PSI તેમજ ત્રણ કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા છે. ત્યારે FSL રીપોર્ટના આધારે વધુ એક પોલીસ કર્મચારીને હવે જેલમાં જવાના દિવસો આવી ગયા છે. કારણ કે સરદારનગર પોલીસ સ્ટેશનના તત્કાલીન PI હેમંત પટેલના નામે એક લાખ રૂપિયા માંગનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

DCPએ તપાસ કરીને રીપોર્ટ પોલીસ કમિશ્નર અને જોઇન્ટ કમિશ્નરને આપ્યો હતો
DCPએ તપાસ કરીને રીપોર્ટ પોલીસ કમિશ્નર અને જોઇન્ટ કમિશ્નરને આપ્યો હતો

ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરીને ધરપકડ કરી
આ કેસમાં કુબેરનગરમા રહેતા ભરત ઉર્ફે ચિંટુ સોનીએ પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વિરુદ્ધ ફરિયાદ કરી છે. કારણ કે ભરત ઉર્ફે ચિંટુ વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જેની તપાસ ઉપેન્દ્રસિંહ કરી રહ્યા હતા. જેમાં તેને પોલીસ સ્ટેશનમાં માર નહી મારવા અને વરઘોડો નહી કાઢવાના રૂપિયાની માંગ કરી હતી. ઉપેન્દ્રસિંહે સરદારનગર પોલીસ સ્ટેશનના તત્કાલિન PI હેમંત પટેલના એક લાખ રૂપિયા અને પોતાના 25 હજાર રૂપિયાની માંગણી કરી હતી. બન્ને વચ્ચેનો ઓડીયો વાયર થતા ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરીને ગુનો નોંધી ઉપેન્દ્રસિંહની ધરપકડ કરી છે.

ઓડિયો ક્લીપને FSLમાં મોકલાવામાં આવી હતી
સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહના વાયરલ થયેલા ઓડીયાકાંડની તપાસ બાદ તેની બદલી તાત્કાલીક અસરથી દરિયાપુર પોલીસ સ્ટેશનના PSOમાં કરી દેવામાં આવી હતી. ઓડિયોકાંડમાં DCPએ તપાસ કરીને રીપોર્ટ પોલીસ કમિશ્નર અને જોઇન્ટ કમિશ્નરને આપ્યો હતો. જેમાં ઉપેન્દ્રસિંહેએ રૂપિયા માંગ્યા હોવાનું સામે આવ્યુ હતું. ઉપેન્દ્રસિંહે જે વાતચીત આરોપી સાથે કરી તે ઓડીયો ક્લીપ સોશિયલ મીડીયામાં વાયરલ થઇ હતી. જેમા બન્ને વચ્ચેની વાતચીતના ઓડિયો ક્લીપને વોઇસ સ્પેકટ્રો ગ્રાફી ટેસ્ટ માટે FSLમાં મોકલાવામાં આવી હતી.

PIની સંડોવણી મુદ્દે તપાસ શરુ થઈ
FSL દ્રારા વોઇસ સ્પેક્ટ્રો ગ્રાફી ટેસ્ટ કર્યા બાદ તેનો રીપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો હતો. FSLના રીપોર્ટમાં ઓડીયો ક્લીપમાં કોઇ છેડછાડ કરવામાં આવી નથી અને તે અવાજ ઉપેન્દ્રસિંહનો હોવાનું સામે આવ્યુ હતુ. આ કેસમા ઉપેન્દ્રસિંહની ઓડીયો કલીપમા PIના નામે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેથી PIની કોઈ સંડોવણી છે કે નહીં તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.