તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વાસઘાત:​​​​​​​અમદાવાદમાં એક કંપનીના માર્કેટિંગ કર્મચારી પાસે રૂપિયા મંગાવ્યા પણ કર્મચારી લાખો રૂપિયા લઈ ફરાર થઈ ગયો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માલિકે કર્મચારીના વિરુદ્ધમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

એસટ્યુટ પાવર ઓટોમેશન નામની કંપનીમાં કામ કરતા માર્કેટિંગના કર્મચારીને રૂ.3.17 લાખ વડોદરા લઈ આવવાનું કહેતા કર્મચારી કંપનીમાંથી પૈસા લઈ ફરાર થઈ ગયો છે. કંપની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી. જેથી માલિકે કર્મચારીના વિરુદ્ધમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મહેસાણામાં રહેતા સંજયભાઈ અમીન અમદાવાદમાં એસટયુટ પાવર ઓટોમેશન નામની કંપની ધરાવી પાણીની મોટર બનાવવાનો વેપાર કરે છે. કંપનીમાં મેનેજર તરીકે લલીતપ્રસાદ તથા માર્કેટીંગનું કામ કલ્પેશભાઈ સોમપુરા કરે છે. ગત 10 તારીખે સંજયભાઈ કંપનીના કામથી વડોદરા ગયા હતા, ત્યારે તેમને પૈસાની જરૂર પડતા માર્કેટીંગમાં કામ કરતા કલ્પેશભાઈને 3.17 લાખ લઈને વડોદરા આવવાનું કીધુ હતુ. જેથી કલ્પેશભાઈ કંપનીમાંથી પૈસા લઈને વડોદરા આવવા માટે નીકળ્યા હતા.

જોકે બીજા દિવસે પણ વડોદરા આવ્યા ન હતા. જેથી સંજયભાઈએ તેમને ફોન કર્યો હતો. જો કે ફોન બંધ આવ્યો હોય કંપનીના કર્મચારીઓને ફોન કરી જાણ કરતા કલ્પેશ પૈસા લઈને એક દિવસ પહેલા જ નિકળી ગયો હોવાનું જાણવા મળ્યુ હતુ. જો કે બે દિવસ રહીને સંજયભાઈ પરત અમદાવાદ આવ્યા હતા. ત્યારબાદ કલ્પેશભાઈની તપાસ કરતા ક્યાંય મળી આવ્યા ન હતા. જેથી કંપનીમાં કામ કરતા કલ્પેશભાઈ પૈસા લઈને ક્યાંક જતા રહ્યા હતો અને કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યુ હતું. સંજયભાઈએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કલ્પેશભાઈના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો