તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • In Ahmedabad, The BJP Gave Tickets To The Son Of A Congress Corporator But Not To The Son Of Former Mayor Amit Shah, But Also To The Wives Of Office Bearers In 8 Wards.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવારવાદ:અમદાવાદમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા કોર્પોરેટરના પુત્રને ટિકીટ આપી પણ પૂર્વ મેયર અમિત શાહના પુત્રને નહીં, 8 વોર્ડમાં હોદ્દેદારોની પત્નીઓને પણ ટિકિટ અપાઈ

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાંચ ટર્મથી ચૂંટાઈ આવતા સિનિયર નેતા અમિત શાહના પુત્રને અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પુત્રને ટિકિટ આપવામાં આવી નથી. - Divya Bhaskar
પાંચ ટર્મથી ચૂંટાઈ આવતા સિનિયર નેતા અમિત શાહના પુત્રને અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પુત્રને ટિકિટ આપવામાં આવી નથી.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સગાને ટિકિટ નહીં આપવાની જાહેરાત કરી હતી. પરંતુ સંખ્યાબંધ ભાજપના 8 હોદ્દેદારોની પત્નીઓને પણ ટિકિટ આપવામાં આવી છે. થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા રામોલ-હાથીજણ વોર્ડના કોર્પોરેટર અતુલ પટેલ ભાજપમાં જોડાયા હતાં. તેમના પુત્રને પણ ટિકિટ આપવામાં આવી છે. જોકે આની સામે પાંચ ટર્મથી ચૂંટાઈ આવતા સિનિયર નેતા અમિત શાહના પુત્રને અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પુત્રને ટિકિટ આપવામાં આવી નથી.

કુબેરનગર વોર્ડમાં પણ ફકીર વાઘેલાની ભત્રીજી મનીષા વાઘેલાને ટિકિટ અપાઈ છે. જ્યારે નરોડામાં પૂર્વ ડેપ્યુટી મેયર કલ્પનાબેન ભટ્ટની પુત્રી વૈશાલી જોષીને ટિકિટ આપવામાં આવી છે.

આ હોદ્દેદારોની પત્નીઓને ટિકિટ અપાઈ

નામવોર્ડ
બકુલા મનીષ એન્જિનિયરવિરાટનગર
સરોજ સોલંકીબાપુનગર
અલકા મિસ્ત્રીનરોડા
રાજશ્રી પટેલચાંદલોડિયા
મીનુ ઠાકોરઓઢવ
ચાંદની પટેલલાંભા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો